જસદણના નાની લાખાવડ ગામે વાડીમાં જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતાં.
પ્રાપ્ય વિગતો મુજબ નાની લાખાવડ ગામે ધીરૂ કેશાભાઇ સરીયાની વાડીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જસદણના પો. કો. મહિપતભાઇ જાંબુકીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક ધીરૂ સરીયા, સુખા પોપટભાઇ સરીયા, રમેશ ધીરૂભાઇ વેજીયા, વિઠ્ઠલ કેશાભાઇ સરીયા તથા રાજૂ ઉર્ફે ભુખરી ભીખાભાઇ રાઘવાણી રે. તમામ નાની લાખાવડને રોકડા રૂ. ૪૪૯૦ અને ગંજીપતા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


