પાણી પુરવઠા,પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી કૂંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના ડોડીયાળી ગામે એપ્રેાચ રોડના ખાતમુહૂર્ત સાથે વેરાવળ અને દોલતપર ગામે નવનિર્મિત પંચાયત ઘરોનું લોકાર્પણ કરાયું હતું.
- Advertisement -
આધુનિક સુવિધા સભર પંચાયતઘરોનું લોકાર્પણ કરતા મંત્રી બાવળીયાએ જણાાવ્યું હતું કે દરેક ગ્રામને પોતાના પંચાયત ઘર સહિત તમામ માળખાગત સુવિધાઓથી સભર બનાવવા રાજય સરકાર કટિબધ્ધ છે. રાજય સરકાર દરેક છેવાડાના માનવીને શિક્ષણ, આરોગ્ય, વીજળી, પીવાનું શુધ્ધ પાણી વગેરે તમામ પ્રાથમીક સુવિધા ઉપરાંત ગામડાને પણ શહેર સાથે રોડ-રસ્તા, વાહન વ્યવહારની કનેકટીવીટી સાથે સર્વાંગી વિકાસ માટે જરૂરી વિકાસ કામો અવીરત હાથ ધરી રહી છે. ત્યારે લોકોએ પણ આ તમામ સુવિધાઓ જનસમાન્ય માટેની હોઇ પોતીકાપણાની ભાવના સાથે તેના જતન માટે સહયોગી બનવું જોઇએ જેથી રાજય સરકારની આ સુવિધાઓ થકી ગ્રામજનો વધુમાં વધુ લાભ મેળવી શકે.
આ તકે ગામના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


