મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પાકા સીન્થેટિક નાયલોન મટીરિયલવાળા દોરાથી પશુ-પંખીઓને થતું નુકસાન અટકાવવા, જાહેર માર્ગો પર કપાયેલા પતંગો અને દોરા મેળવવા માટે વપરાતા લાંબા ઝંડા અને વાંસથી તથા અન્ય વસ્તુઓથી થતી અડચણ નિવારવા તેમજ ચાઇનીઝ ટુક્કલ, લેન્ટેન કે ચાઇનીઝ લોન્ચર ગમે ત્યાં પડવાથી જાહેર જનતા, પશુ, પંખી, જાહેર/ખાનગી મિલ્કત અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.બી. પંડયા દ્વારા નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગો ઉડાડવા, પતંગો કે દોરા લુંટવા, હાથમાં વાંસ કે ઝાંખરા કે તેવા પ્રકારનાં કોઇ પણ સાધનો સાથે જાહેર માર્ગો ઉપર વાહનવ્યવહારને અવરોધ થાય અથવા અકસ્માત સર્જાય તેવી પ્રવૃત્તિ કરવા, ટેલીફોન કે ઇલેકટ્રીક તાર પર લંગર નાખવ, જાનનું જોખમ હોય તેવા ભયજનક ઘાબા પર ચડીને પતંગ ઉડાડવા, મોટા અવાજમાં લાઉડ સ્પીક વગાડવા તથા પ્લાસ્ટીક/સિન્થેટીક, ચાઇનીઝ દોરાનો તેમજ ટોકસ્ટીક મટીરિયલ, લોખંડ પાઉડર, કાચ જેવા હાનિકારક પદાર્થોના ઉપયેાગથી પાયેલ દોરાનો પતંગ ઉડાડવાના હેતુથી વેચાણ કરવા તથા પતંગ ચગાવવા માટે ઉપયોગ કરવા પર, ચાઇનીઝ તુક્કલ, લેન્ટેન કે ચાઇનીઝ લોન્ચરના ઉત્પાદન, વેંચાણ કે ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
- Advertisement -
આ હુકમની અમલવારી તા. ૨૫-૦૧-૨૦૨૦ સુધી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટના હકુમત હેઠળના વિસ્તાર સીવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે. જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.


