જઘૠતથા કઈઇની સઘન ચેકિંગ કામગીરીથી થર્ટી ફર્સ્ટ મનાવવા આવતા પ્યાસીઓમાં સોંપો પડી ગયો
તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર, ભોજદે ગીર, ચિત્રાવડ, ચિત્રોડ ગીર ગામના 38 રીસોર્ટ-ફાર્મ હાઉસમાં ચેકીંગ કર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સિંહોની રહેઠાણ ભુમી ગીરના જંગલમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા આવતા પ્યાસીઓના રંગમાં ભંગ પાડવા તાલાલા પંથકના વિવિધ ગામોમાં આવેલ રીસોર્ટ,ફાર્મ હાઉસ,હોટલોમાં એસ.ઓ.જી તથા એલ.સી.બી.બ્રાંચે સંયુક્ત ચેકીંગ કરતા ફાર્મ હાઉસ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા રીસોર્ટ,હોટલ,ફાર્મ હાઉસ,ગેસ્ટ હાઉસમાં રહેવા માટે આવતા પ્રવાસીઓના આધાર પુરાવા સહિતની સંપૂર્ણ વિગતની પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવા ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે જેનાં અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગૃપ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી સંયુક્ત ચેકીંગ કામગીરી શરૂ કરી હતી.તાલાલા તાલુકાના બોરવાવ ગીર,ચિત્રોડ ગીર,ભોજદે ગીર,ચિત્રાવડ ગીર ગામમાં આવેલ 38 હોટલ,રીસોર્ટ,ફાર્મ હાઉસમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.ચેકીંગ દરમ્યાન તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામે આવેલ સફારી ફાર્મ હાઉસમાં આવતા પ્રવાસીઓની પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કર્યા વિના રૂમો રહેવા માટે આપેલ હોવાનું બહાર આવતા પોલીસે ફાર્મ હાઉસના સંચાલક ગોવિંદ વિરાભાઈ સરવૈયા ઉ.વ.52 રે.મોટા સમઢીયાળા તા.ગીર ગઢડા વિરુદ્ધ જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રવાસીઓની એન્ટ્રી નહીં કરી જાહેરનામાં નો ભંગ કરવા સબબ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી. તથા એલ.સી.બી.બ્રાંચની સઘન ચેકીંગ કામગીરી થી થર્ટી ફર્સ્ટ મનાવવા આવતા પ્યાસીઓમાં સોંપો પડી ગયો છે.



