PI આઈ.એન. સાવલિયાના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટીકલ ડેમો કરીને માહિતી આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.02
- Advertisement -
રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એન. સાવલિયાના માર્ગદર્શન હેઠળ મહિલા શી ટીમે ત્રંબા ગામની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી અવાવરું જગ્યા ઉપર રહેતા બહારથી આવેલા પરપ્રાંતીય ભાઈ બહેનો તથા નાના બાળકોને મળી ગુડ ટચ બેડ ટચ વિશે વિસ્તારથી પ્રેક્ટીકલ ડેમો કરીને માહિતી આપી હતી તથા 100 નંબર વિશેની માહિતી આપી હતી. પોતાના બાળકોને અવાવરું જગ્યા ઉપર એકલા ન મુકવા અથવા કોઈ અજાણી વ્યક્તિ આવે કોઈ ખાવાનું આપે તો ખાવુ નહીં આમ બાળકોને ઠંડાની બોટલ, નાસ્તો આપીને વિસ્તારથી સમજાવ્યું હતું. શી ટીમે આશરે 40 બાળકો, 15 મહિલા, 20 ભાઈઓને માહિતી આપી હતી.