By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    8 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    7 hours ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    7 hours ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    8 hours ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    9 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > “ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર
રાષ્ટ્રીય

“ઇન્દિરા સરકારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી હતી” નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર પ્રહાર

Khaskhabar Editor
Last updated: 2025/05/24 at 3:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

નિશિકાંત દુબેનો કોંગ્રેસ પર ગંભીર આરોપ 

તાજેતરમાં, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી એસ જયશંકર પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પરના હુમલાઓ વિશે પાકિસ્તાનને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે. હવે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલના આ આરોપો પર જોરદાર નિશાન સાધ્યું છે.

- Advertisement -

નિશિકાંત દુબેએ કોંગ્રસ પર આરોપ લગાવતા કહ્યું કે 1968માં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે કચ્છ રણની ભૂમિ પાકિસ્તાનને પધરાવી દેવામાં આવી હતી. તેમણે તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને નિશાન બનાવ્યા. તેમણે દાવો માંડ્યો કે 1965 માં ભારત પાકિસ્તાન સામે યુદ્ધ તો જીત્યું પણ ઇન્દિરા સરકારે 1968 માં કચ્છ રણનો 828 ચોરસ કિલોમીટર પાકિસ્તાનને આપ્યો હતો. આ વાત પુરવાર કરવા તેમણે X પોસ્ટ પર દસ્તાવેજની નકલ પણ શેર કરી જેમાં તે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ સાથે ડૂબેએ ઇન્દિરા ગાંધીને ‘આયર્ન લેડી’ કહી કટાક્ષ કર્યો અને જણાવ્યું કે ભારતનો વિરોધ હોવા છતાં કચ્છ રણપ્રદેશનો ભાગ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો. તેમણે X પર લખ્યું,”ખૂબ જ પીડાદાયક છે કે 1965નું યુદ્ધ જીત્યા પછી કોંગ્રેસ પાર્ટીએ 1968 માં ગુજરાતનાં કચ્છના રણનો 828 ચોરસ કિલોમીટરનો ભાગ પાકિસ્તાનને આપી દીધો. અમે ભારત-પાકિસ્તાન મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર લાવ્યા, યુગોસ્લાવિયાના વકીલ અલી બાબરને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા. આખી સંસદે તેનો વિરોધ કર્યો, પરંતુ ઇન્દિરા દનધિ આયર્ન લેડી હતી, તેમણે ડરથી આપણાં ભાગની હરાજી કરી. આ આયર્ન લેડીનું સત્ય છે. કોંગ્રેસનો હાથ હમેશા પાકિસ્તાન સાથે રહે છે.”

નિશિકાંત દુબેએ ૧૯૯૧માં કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા એક કરારની યાદ અપાવી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ હુમલા અથવા સૈનિકોની હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરવી જરૂરી છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા, નિશિકાંત દુબેએ x પર પોસ્ટ કરી અને લખ્યું, “રાહુલ ગાંધી, આ તમારી સરકારના સમય દરમિયાન થયેલો કરાર છે. 1991 માં, તમારી પાર્ટી સમર્થિત સરકારે એક કરાર કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન કોઈપણ હુમલા અથવા સૈન્ય હિલચાલ વિશે માહિતી એકબીજા સાથે શેર કરશે. શું આ કરાર રાજદ્રોહ છે?”

નિશિકાંત દુબે દ્વારા પોસ્ટ

- Advertisement -

તેમણે લખ્યું, “કોંગ્રેસ પાકિસ્તાની વોટ બેંક સાથે હાથ મિલાવે છે, શું તમને વિદેશ મંત્રી એસ જયશંકર પર વાંધાજનક ટિપ્પણીઓ કરવી શોભે છે? પ્રશ્ન અમારી સરકાર કે તમારી (કોંગ્રેસ) સરકારનો નથી, પ્રશ્ન એ છે કે આપણે 1947 થી પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર માનીએ છીએ.” પોતાની પોસ્ટમાં, ભાજપના સાંસદે લખ્યું, “78 વર્ષથી આપણે કાશ્મીરના મુદ્દા પર તેમની સાથે લડી રહ્યા છીએ. પાકિસ્તાને કાશ્મીરના આપણાં ભાગને પોતાના નિયંત્રણમાં રાખ્યો છે. તેમ છતાં, તમે છૂટછાટો આપતા રહ્યા, પછી ભલે તે 1950નો નહરુ લિયાકત કરાર હોય, 1960નો સિંધુ જળ કરાર હોય કે 1975નો શિમલા કરાર હોય.”

નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે અમે સંસદમાં પણ સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા કરતા નથી. તેમણે કોંગ્રેસને ૧૯૯૧ અને ૧૯૯૪ના કરારોની યાદ અપાવી અને તેમના પર નિશાન સાધ્યું.
તેમણે કહ્યું, “૧૯૯૧માં જ્યારે તમે (કોંગ્રેસ) ચંદ્રશેખરની આગેવાની હેઠળની સરકારને ટેકો આપી રહ્યા હતા અને ૧૯૯૪માં જ્યારે પીવી નરસિંહ રાવ સત્તામાં હતા, ત્યારે તેનો અમલ કરવામાં આવ્યો હતો અને તમે લખ્યું હતું કે સેના, નૌકાદળ ક્યાં તૈનાત કરવામાં આવશે અને વાયુસેના કેવી રીતે કાર્ય કરશે.” ભાજપના સાંસદે કહ્યું, શું આ રાજદ્રોહ નથી? શું કોંગ્રેસે વોટ બેંકની રાજનીતિ માટે દગો નથી કર્યો? મને લાગે છે કે ભારત સરકારે તેમની સામે રાજદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. દેશની બહારના તત્વો સામે લડાઈ ચાલુ છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે દેશની અંદરના તત્વો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો

નિશિકાંત દુબેના આરોપો પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે નિશિકાંત દુબે વારંવાર પોતાની મૂર્ખતા દર્શાવે છે. તેમણે કહ્યું, “ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીએ 6 માર્ચ, 1991 ના રોજ ચંદ્રશેખર સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લીધો હતો અને આ કરાર કદાચ એપ્રિલ 1991 માં થયો હતો.” સુપ્રિયા શ્રીનાતે કહ્યું, “આ કરાર શાંતિકાળ માટે છે અને તે સુનિશ્ચિત કરવા વિશે છે કે શાંતિકાળમાં બંને દેશોની સેનાઓ વચ્ચે કોઈ ગેરસમજ ન થાય. તો સૌ પ્રથમ ભાજપ અને નિશિકાંત દુબે સ્વીકારી રહ્યા છે કે વિદેશ મંત્રી જયશંકરે માહિતી આપી હતી અને રાહુલ ગાંધી જે કહી રહ્યા હતા તે સાચું હતું.”

You Might Also Like

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા

TAGGED: Nishikant Dubey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Next Article BCCIએ આગામી ટેસ્ટ શ્રેણી ટીમની જાહેરાત કરી: શુભમન ગિલ આ 18 ખેલાડીઓની કમાન સંભાળશે..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?