SIR અંગે ત્રણેય કમિશનરોના નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા; મતભેદની વાતો માત્ર ઉપજાવી કાઢેલી
હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે બંધારણીય સંસ્થાઓને બદનામ કરે છે; રાહુલ ગાંધી જાહેરમાં માફી માગે
- Advertisement -
ભારતના ચૂંટણી પંચ અને કમિશનરે વચ્ચે આંતરિક મતભેદ હોવાના વિપક્ષના દાવાઓને રાજકોટ મહાનગરપાલિકાન મેયર ડો. નેહલ શુક્લએ સખત શબ્દોમાં ફગાવી દીધા છે. આજે યોજાયેલી વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા તેમણે તાજેતરના SIR (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન/ઈન્ફોર્મેશન રિપોર્ટ) ના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને તદ્દન કાલ્પનિક, આધારવિહીન અને મનઘડંત ગણાવ્યા હતા. મેયરએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી એક અખબારના તથ્યહીન લેખને હાથવગો બનાવી રાહુલ ગાંધી સહિત વિપક્ષ દેશની સ્વાયત્ત અને બંધારણીય સંસ્થા સામે જૂઠાણાં ફેલાવી રહ્યો હતો. જેકે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ બહાર પાડી સ્પષ્ટતા કરી દીધી છે કે જઈંછ સંબંધિત તમામ નિર્ણયો સંપૂર્ણ સર્વસંમતિથી લેવાયા છે અને તેમની વચ્ચે કોઈ જ મતભેદ નથી. વધુમાં, મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના ફોર્મ-૬ ના મૂળ સ્વરૂપમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી તેમજ સર્વોચ્ચ અદાલતે પણ મતદારોની ચકાસણી માટેની દસ્તાવેજી પ્રક્રિયાને માન્ય રાખી છે.
મેયરે આકરા પ્રહારો કરતાં ઉમેર્યું કે, જનાદેશ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પહેલાં હારનું ઠીકરું ઈવીએમ પર ફોડતી હતી, ત્યારબાદ એસઆઈઆરને દોષ દીધો અને હવે સીધા ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કરી રહી છે. જ્યાં કોંગ્રેસ જીતે ત્યાં લોકશાહીનો વિજય અને ભાજપ જીતે ત્યાં વોટ ચોરી’ના બેવડા માપદંડો દેશની જનતા સારી રીતે ઓળખી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે ત્યારે કોંગ્રેસ દેશની લોકતાંત્રિક છબી ખરડવાના નીચલા સ્તરના પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી હવે માત્ર ‘જૂઠાણાંની ફેક્ટરી’ બની ગઈ હોવાથી રાહુલ ગાંધીએ દેશની જનતા અને બંધારણીય સંસ્થાઓની જાહેરમાં માફી માગવી જોઈએ. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતા શાહ, ધારાસભ્ય રમેશ ટીલાળા, પ્રદેશ કારોબારી સભ્ય રાજુ ધ્રુવ, શહેર ભાજપ મહામંત્રી લલિત વાડોલિયા તેમજ યોગેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.




