આજની યુવા પેઢી (Gen-Z)ને નાસ્તિકતા અને વ્યસનોથી દૂર રાખી સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારો તરફ વાળવાનો
દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને પગલે તંત્ર અને આયોજકો દ્વારા આખરી ઓપ
- Advertisement -
આજે સાંજે લોકડાયરો અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપસ્થિત રહેેશે
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત પ્રખ્યાત વક્તા જયા કિશોરીજીની ‘સનાતન યુવાકથા’નું 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય ધાર્મિક મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી (Gen-Z)ને નાસ્તિકતા અને વ્યસનોથી દૂર રાખી સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારો તરફ વાળવાનો છે. આ કથામાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને પગલે તંત્ર અને આયોજકો દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.સમિતિના ભરત દોશીના જણાવ્યા મુજબ, કથા પૂર્વે દરરોજ સાંજે 6:30થી 7:30 વાગ્યા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે (28 સપ્ટેમ્બર) લોકડાયરો અને સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ઉપસ્થિત રહેશે. બીજા દિવસે (29 સપ્ટેમ્બર) શ્રીનાથજીની ઝાંખી સાથે ટી. રાજાસીંગ હાજરી આપશે. જ્યારે અંતિમ દિવસે (30 સપ્ટેમ્બર) ભવ્ય મહારાસનું આયોજન કરાયું છે, જેમાં પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન યોગેન્દ્ર યાદવ ખાસ હાજર રહેશે.




