વડોદરામાં બે કોમના ટોળાં સામસામે આવી જતા તંગદિલી : હવે હિંસા અથડામણ બાદ સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરાઈ
ગુજરાતમાં ઠેરઠેર હિંસા વધી રહી છે. રામનવમીથી લઈને અત્યાર સુધી અથડામણનો સિલસિલો યથાવત છે. રામનવમીએ ખંભાત અને હિંમતનગર બાદ ગાંધીનગરના માણસામાં બે દિવસ પહેલા તંગદીલી સર્જાઈ હતી. તેના બાદ હવે વડોદરા ભડકે બળ્યુ છે. રવિવારે રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થયુ હતું. બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ જૂથ અથડામણ થયુ હતું. જેના બાદ એક કોમના ટોળાએ કોઠીપોળની સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી. સાથે જ તલવારધારી ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો.
રાવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બોલાચાલી થઈ હતી. પ્રાથમિક બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેને પગલે બે જૂથ સામસામે આવી ગયા હતા. બે કોમના ટોળા સામસામે આવી જતા ભારે તંગદીલી સર્જાઈ હતી. લગભગ 300 થી 400 લોકોનું ટોળુ રોડ પર આવી ગયુ હતું. તોફાની તત્વોએ વાહન ચાલકોને રોકીને માર માર્યો હોવાનુ પણ સામે આવ્યુ છે. તોફાની તત્વોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો. જેમાં કોઠી પોળ વિસ્તારમાં સાંઈબાબાની પ્રતિમાને ખંડિત કરાઈ હતી.
- Advertisement -
અમદાવાદમાં અટકચાળો: રસ્તા પર ફેંકાયા બકરાના વાઢેલા માથા
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનુ શાંતિપૂર્ણ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે અનેક શહેરોમાં શાંતિ ભંગ કરવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં અરેરાટી થઈ જાય તેવો બનાવ બન્યો છે. અમદાવાદના ભરચક એવા અમરાઈવાડી ભીલવાડા પિસ્તારમાં કોઈએ અવરજવરવાળા રસ્તા પર બકરાના વાઢેલા માથા જાહેરમાં ફેંક્યા હતા. આ બનાવથી સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
અમદાવાદના અમરાઈવાડી ભીલવાડા વિસ્તારની આ ઘટના છે. જેમાં મૈટૌ પિલ્લર નંબર 62 પાસે દુકાનોની નજીક કોઈ અજાણ્યો શખ્સ બકરાના કપાયેલા માથા રસ્તા પર ફેંકીને જતો રહ્યો હતો. રસ્તા પર કપાયેલી હાલતમાં બકરાના માથા મળતા લોકોમાં અરેરાટી થઈ ગઈ હતી. પસાર થનારા લોકો માટે અહીથી અવરજવર કરવુ પણ મુશ્કેલ બની રહ્યુ હતું. સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.


