ચોમાસાની ઋતુમાં ગીર જંગલ સોળે કળાએ ખીલી ઊઠયું
સોરઠ પ્રદેશ પહાડો, જંગલ અને કુદરતી ખજાનાથી ભરેલ
દેવળીયા સફારી પાર્ક લીલુંછમ બનતાં પ્રવાસીઓમાં આનંદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ સહીત સોરઠ પ્રદેશ પહાડો અને જંગલોથી ભરેલો છે જયારે ચોમાસાની ઋતુની શરૂઆત થતાજ ગીર જંગલ સોળે કળાએ ખીલી ઉઠયું છે અને સમગ્ર જંગલ લીલાઘાસથી હરિયાળું જોવા મળે છે. લીલી વનરાઈ વચ્ચે વન્ય પ્રાણીને લીલાછમ ઘાસના મેદાનમાં જોવા એનો નજારો કંઈક અલગ હોઈ છે. ત્યારે દૂર દૂરથી પ્રવાસીઓ પણ ગ્રીન ગીર જંગલને માણવા ખુબ મોટી સંખ્યામાં પધારે છે. હાલ ચોમાસાની ઋતુમાં દેવળીયા સફારી પાર્ક ખુલ્લું રહેવાથી આ હરિયાળા સફારી જંગલમાં મુક્ત મને વિહરતા સિંહ સહીત વન્ય પ્રાણીને જોવા એક લ્હાવો છે. સાસણ ગીર અભ્યારણ ચોમાસાની ઋતુમાં 4 મહિના બંધ રહે છે પણ દેવળીયા સફારી પાર્ક ખુલ્લું રહે છે જો ભારે વરસાદ હોઈ તો દેવળીયા સફારી પણ બંધ કરવું પડે આ ચોમાસાના 4 મહિના સિંહો માટે બ્રીડીંગ સમય સારો હોઈ છે તેની સાથે તૃણભક્ષી પ્રાણી માટે પણ પ્રજાજન સમય માનવામાં આવે છે એટલે ચોમાસાની ઋતુમાં વન્ય પ્રાણી માટે ખુબ અસરકાર હોઈ છે.
ચોમાસાની ઋતુના પ્રારંભે વરસાદના અમી છાંટણાથી જંગલમાં માટીની ખુશ્બુ અને લીલાઘાસની કુંપણ ફૂટવાથી હરણ, ચિતલ, સાબર અને નીલગાય જેવા તૃણભક્ષી પ્રાણી માટે લીલાઘાસનો ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રેહવાથી તેના શરીરની તંદુરસ્તીમાં વધારો થાય છે. બીજી તરફ સિંહ દીપડા સહીતના વન્ય પ્રાણી પણ ભારે ગરમીના પ્રકોપથી અકળાઈ ઉઠે છે ત્યારે ચોમાસાની સીઝન શરુ થતા વન્ય પ્રાણીઓ આ વરસાદની મોસમમાં ખુબ આનંદ વ્યક્ત કરે છે. હાલ ચોમાસાની સીઝનમાં ગીર જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે અને ચોતરફ લીલુંછમ જોવા મળી રહ્યું છે ત્યારે સાસણના દેવળીયા સફારી પાર્કની મુલાકાતે પણ હજારો પ્રવાસીઓ સફારી કરીને ગીર જંગલની હરિયાળી જોઈ ખુબ પ્રભાવિત થાય છે. ચોમાસાની ઋતુમાં સોરઠ પ્રદેશ હરિયાળો બની જાય છે. ત્યારે જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં પહાડો, નદીઓ અને ડેમો નવાનીની અવાક થતા સમગ્ર પંથક લીલોછમ જોવા મળે છે. જેમાં ગિરનાર પર્વત પર વહેતા ઝરણાં ખળખળ વેહતી નદીઓ સાથે ગીર જંગલમાં લીલી વનરાજી સોળેકળાએ ખીલી ઉઠતા સમગ્ર વાતાવરણનો નજારો કંઈક અલગ જોવા મળે છે તેમાં પણ વન્ય પ્રાણીઓને આ હરિયાળી વચ્ચે જોવા તે એક અદભુત લ્હાવો છે ત્યારે દેવળીયા સફારી પાર્કમાં ગ્રીન ગીર જોવા સહેલાણીઓ ઉમટી પડે છે.



