ગોંડલ તાલુકાના કેસવાડા ગામે ડુપ્લીકેટ તબીબ દ્વારા લોકોના જીવન સાથે ચેડા કરી તબીબી સારવાર આપવામાં આવતી હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરી મુન્નાભાઈ એમબીબીએસ ને રૂપિયા 32144 ની દવાઓ સાથે ઝડપી લીધા હતા
ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી ધર્મેન્દ્રસિંહ જેઠવા પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના ઓએ બાતમીના આધારે ગોંડલ તાલુકાના કેસવાડા ગામે ચોરા પાસે ચિરાગ હરસુખભાઈ કોઠારી રહે વાડાસડા તાલુકો જેતપુર વાળા ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી આ સાથે પોલીસ દ્વારા દેરડી કુંભાજી પીએસસી સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર ગોવિંદભાઈ હાડગરડા ને સાથે રખાયા હતા બોગસ તબીબો પાસે કોઈપણ જાતના આધાર પુરાવો પણ ન હતા અને લોકોના જીવન સાથે ખેલી રહ્યો હોય પોલીસે પેરાસીટામોલ, કેલઝીકેલ, સોમગો, પ્રોડકઝા ઇન્જેક્શન, પ્રેગ્નન્સી ટેસ્ટકીટ સહિત એકાઉન્ટની જાતની આશરે રૂપિયા 32144 ની કિંમતની દવાઓનો જથ્થો કબજે કર્યો હતો અને બોગસ તબીબ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી


