ગોંડલ થી કંટોલિયા બાંદ્રા જતા રોડ પર ઊગી નીકળેલા ગાડા બાવળથી વાહનચાલકો પરેશાન બાંદ્રા ગામ ના યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી.
ગોંડલ તાલુકાના બાંદ્રા ગામે રહેતા કલ્પેશ ચનીયારા, સાગર વકાતર તેમજ રાહુલ ઘોણીયા એ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને પત્ર લખી જણાવ્યું હતું કે ગોંડલ થી કંટોલિયા બાંદ્રા જતા રોડ પર બંને સાઈડમાં વ્યાપક પ્રમાણમાં ગાન્ડો બાવળ ઉગી નીકળ્યો છે જેના પરિણામે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને છાશવારે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તાજેતરમાં જ ગાંડા બાવળ ના કારણે અકસ્માતમાં કંટોલિયા પાસે આશાસ્પદ યુવાનનું મોત નિપજયું હતું. તો તાકીદે આ રોડ પર ગાંડા બાવળ નું કટિંગ કરવામાં આવે તેવી અંતમાં માંગ કરી હતી. આ રજૂઆત પ્રાંત અધિકારી ઉપરાંત માર્ગ અને મકાન પંચાયત પેટાવિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેરને પણ કરવામાં આવી હતી


