ગોંડલ નગરપાલિકા ના શાશક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા જીવન સફર ના ૩૯ વર્ષ પુર્ણ કરી આજે ૪૦ માં વર્ષ માં પ્રવેશ કરી રહયાં છે. તેઓ દ્રારા આ પહેલા પોતાના જન્મદિને ચક્ષુદાન તેમજ દેહદાન ના સંકલ્પ કરવામાં આવ્યાં છે. રાજેન્દ્રસિંહ જાડેજા તેઓ ના સુપર ફાસ્ટ ડીસીઝન માટે પાલિકા તંત્ર માં આગવી ઓળખ ધરાવે છે. લોકસેવ ના કાર્ય હોય કે પાલિકા કચેરી ના કર્મચારી ના પ્રશ્ન હોય ધડાધડ ઉકેલ લાવવામાં તેઓ હંમેશા તત્પર રહે છે.
“મિશન સન્ડે સ્લમ ડે” અભિયાન ચલાવી રવિવાર ના દિવસે રજા રાખ્યા
વગર શહેરના સ્લમ વિસ્તાર માં નાના માં નાના માણસ સુધી સરકારની
યોજના હોય કે લોકો ના પ્રાથમિક પ્રશ્ન હોય સ્થળ પર જ ઉકેલ લયાવે છે. તેના અનુસંધાને “સ્વચ્છ ભારત મિશન” દ્રારા પ્રાઈમ મીનીસ્ટર એવોડ માં ગુજરાત માંથી પ્રથમ હરોળમાં નામ નોમીનેટ થયુ છે.
હાલ કોરોના મહામારી માં લોકડાઉન દરમ્યાન શ્રમજીવી પરિવારોને ફુડ પેકેટ વિતરણ હોય કે પરપ્રાંતીય શ્રમીકો ને વતન જવાના પ્રશ્ન હોય રાજેન્દ્રસિંહ જાડેજા હંમેશા અગ્રેસર હોય “જીતેગા ગોંડલ હારેગા કોરોના” અભિયાન ચલાવી સંક્રમણ અટકાવવા ના પુર્ણ પ્રયાસ કરે છે.
નગરપાલિકા, વિધાનસભા કે લોકસભા ની ચુંટણી હોય રાજેન્દ્રસિંહ જાડેજા નું તેજાવી ભાષણ સાંભળવા બહોળી સંખ્યા માં જન મેદની એકઠી થતી હોય છે. આજે તેમના જન્મદિને મો. ૯૮૯૮૯ ૪૭૬૫૬ પર શુભેચ્છા નો ધોધ વહી રહયો છે.