ગોંડલમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર કોરોના મહામારી ના કારણે દર્શન બંધ હતા પરંતુ નવરાત્રી દરમ્યાન તા.૧૭/૧૦/૨૦૨૦ થી ૨૨/૧૦/૨૦૨૦ સુધી સવારે ૮ થી બપોરના ૧૨ સુધી દર્શન ખુલા રહેશે .આ સાથે તા.૨૩/૧૦/૨૦૨૦ ના અષ્ટમીના દિવસે હવનના દર્શન સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી મંદિરનો મુખ્ય દ્વાર બંધ રહેશે. દર્શનાર્થી પટાંગણમાંથી દર્શન કરી શકાશે.
દર્શનાર્થી એ ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તથા સેનેટાઇઝ તથા હાથ ધોવા માટે હેન્ડ વોશ ની મંદિર તરફ થી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે .