રાજકોટ :- જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ અને ગોંડલ બાર એસોસિએશન દ્વારા કોરોના વોરિયર્સ ને ગાંધીજયંતી નિમિત્તે સન્માનિત કરાયા હતા આ તકે ન્યાયમૂર્તિ પંડિત મેડમ દુઆ મેડમ, ગોંડલ બાર એસોસિયેશનના પ્રમુખ રૂમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ગીરીશભાઈ ધાબલીયા, પરેશભાઈ રામાણી, નિરંજનભાઇ ભંડેરી, હિતેશભાઈ સાટોડિયા, મેહુલભાઈ સોજીત્રા, ડી કે શેઠ, જે કે ડોબરીયા, રવિરાજ ઠકરાર તેમજ ડિમ્પલબેન વ્યાસ સહિતનાઓ હાજર રહ્યા હતા. અને કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર રાજેશકુમાર આલ, મામલતદાર ચુડાસમા, નગરપાલિકા ચીફ ઓફિસર પટેલ, ટીડિઓ ગોહિલ, મેડિકલ ઓફિસર સિંહા, હેલ્થ ઓફિસર ગોયલ, પીઆઇ રામાનુજ, પી.આઈ.પલાચાર્ય, psi બી એલ ઝાલા, પીએસઆઇ બાટવા તેમજ સરકારી હોસ્પિટલના અધિક્ષક વાણવી સહિતનાઓ ને સન્માનિત કરાયા હતા