બીજા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રાસોત્સવ; શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતી
રાજકોટમાં છેલ્લા ૧૬ વર્ષથી આયોજન અને નવરાત્રી મહોત્સવ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરનાર સૌરાષ્ટ્રની જાણીતી સંસ્થા ‘ક્લબ યુવી’ દ્વારા સતત ૧૭મા વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ-૨૦૨૬ નું આયોજન કરાયું છે. બીજા ૧૫૦ ફટ રિંગ રોડ પર, કોકોનેટ પાર્ટી પ્લોટ સામેના વિશાળ મેદાનમાં ખેલૈયાઓની સાથે દર્શકોની પણ ભારે ભીડ જામી રહી છે. ઉમિયાધામ સિદસર પ્રેરિત ક્લબ યુવી નવરાત્રી મહોત્સવમાં ચોથા નોરતે ઉમિયાધામ સિદસરના પ્રમુખ અને બાનલેબના મૌલેશભાઈ ઉકાણીના જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આયોજક બિપિન બેરા, પ્રફલ કાથરોટીયા, સુરેશ ઓગાણજા, સંદીપ માકડીયા, મુન્નાભાઈ ઘેટિયા, ડો. કલ્પેશ ઉકાણી, જીજ્ઞેશ આદ્રોજા, વિજય ડઢાણીયા, સ્મિત કનેરીયા અને કાંતિભાઈ ઘેટિયા સહિતના અગ્રણીઓએ તેમને પુષ્પહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે સંસ્કૃતિ સાથે આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય કરતાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર ગરબે ઘૂમતો રોબોટ ‘પૃથ્વી’ ખેલૈયાઓ અને દર્શકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સતત બીજા દિવસે રોબોટ સાથે ગરબા રમવા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હાઇટેક સાઉન્ડ સિસ્ટમ સાથે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ધર્મેશ મકાતીના નેતૃત્વમાં ગાયક મયુર બુદ્ધદેવ, નીરવ રાયચુરા, માનસી પટેલ, દિવ્યા વેગડા તેમજ એન્કર મીરા મણિયાર અને અનીશ ચાંગેલાએ સૂર-તાલની રમઝટ બોલાવી હતી.
ચોથા નોરતે યોજાયેલી મહાઆરતીમાં યજમાન મૌલેશ ઉકાણી, નટુભાઈ ઉકાણી, ડો. કલ્પેશ ઉકાણી પરિવાર, મનસુખ પાણ, અરવિંદ પાણ, નંદલાલ માંડવીયા, નીતિન પટેલ, પુષ્કર પટેલ, શૈલેષ વૈષ્નાણી, ગૌતમ ધમસાણીયા, અજય દલસાણીયા, આશિષ વાછાણી, પીઆઈ જે. એમ. કૈલા, જે. ડી. કાલરીયા, ધરમશી સીતાપરા, અશોક દલસાણીયા, વિજય ભિમાણી, કોર્પોરેટર ઘનશ્યામ હેરભા અને બિપિન ખાચર સહિતના અગ્રણીઓ જોડાયા હતા.
અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર દર્શનાબેન વસાણી, કોર્પોરેટર કિરણબેન માકડીયા, અશ્વિન ભોરણીયા, એસીપી રાકેશ દેસાઈ, તાલુકા પીઆઈ મેઘાણી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી લાડાણી ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધામાં ચિલ્ડ્રન વેલડ્રેસ પ્રિન્સેસમાં પુષ્ટિ દેત્રોજા, આર્ચી વાછાણી; પ્રિન્સમાં સૌમ્ય મણવર, તત્વ કણસાગરા; ચિલ્ડ્રન પ્રિન્સેસમાં નિરાલી પટેલ, જીયા ધનેશા; પ્રિન્સમાં શિવ વિરોજા અને જશ રાણીપા વિજેતા બન્યા હતા. એડલ્ટ વેલડ્રેસ પ્રિન્સેસમાં હેતલ જીવિયા, એકતા ભાલોડીયા; પ્રિન્સમાં મિતેશ ઘોડાસરા, રાજકુમાર ગોવાણી, ભાવિક વાછાણી તેમજ પ્રિન્સેસમાં શ્રેયા ઘેટિયા, ચાર્મી જીવિયા, ક્રિષ્ના કાલરીયા અને પ્રિન્સ તરીકે જય રાંક, નિશીતકુમાર કાલરીયા તથા હિત ભૂત વિજેતા જાહેર થયા હતા. મોરબીના ઉદ્યોગપતિ અરવિંદ ગોવાણી, ભાવેશ ફળદુ, દીપક ગોવાણી, અભય ગોવાણી, સંજય માકડીયા (માઇકા હાઉસ) તેમજ ક્લબ યુવીના ડાયરેક્ટરો દ્વારા વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા.




