વોર્ડ નંબર છમાં આવેલ મહેન્દ્રસિંહજી ચોકમાં રોડનો સર્વે કરવામાં આવેલ હોવા છતાં રોડ બનાવવામાં આવતો ન હોવાના વિરોધમાં નગરપાલિકા ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવ્યું

કેશોદ શહેરના વોર્ડ નંબર છમાં આવેલ મહેન્દ્રસિંહજી ચોકમાં આવેલ શેરી નંબર એકમાં લાંબો સમય પહેલાં ભુગર્ભ ગટર અને પીવાના પાણીની પાઇપ લાઇન નાખતી વખતે રોડમાં ખોદકામ કરવામાં આવેલ ત્યાર બાદ રોડ બનાવવામાં આવેલ ન હોવાથી સ્થાનિક લોકો રોડ બાબતે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા જે બાબતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા નગરપાલિકા કચેરીએ રજુઆત કરવામાં આવતાં રોડનો સર્વે કરવામાં આવેલ હતો છતાં પણ લાંબા સમયથી રોડનું કામ શરૂ ન થતાં વેપારી અગ્રણી રાજુભાઈ બોદરની આગેવાનીમાં સ્થાનિક રહીશોએ નગરપાલિકા ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે નગરપાલિકા દ્વારા બીજા જ દિવસે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવામાં આવેલ હોય હાલમાં રોડનું તાત્કાલિક કામ ચાલી રહ્યું છે