તમિલનાડુ સરકારના હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારાને અનામતના આદેશને સુપ્રીમ કોર્ટે રદ્દ કર્યો
સામાજિક પછાતપણું અન્ય ધર્મમાં ટ્રાન્સફર થઈ શકે નહીં
- Advertisement -
હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મનો અંગીકાર કર્યા બાદ ઘઇઈ કે જઈ ક્વોટા હેઠળ અનામતના અધિકાર મુદ્દે સુપ્રીમ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હિન્દુ સામાજિક વ્યવસ્થાના પછાત વર્ગ (OBC) કે અનુસૂચિત જાતિ (SC) સાથે જોડાયેલી વ્યક્તિ અન્ય ધર્મ અપનાવ્યા પછી અનામતનો દાવો કરી શકે નહીં. નોંધનીય છે કે અગાઉ તમિલનાડુ સરકારે ઇસ્લામ સ્વીકારનારા લોકોને ‘પછાત વર્ગ મુસ્લિમ’ શ્રેણી હેઠળ અનામતનો લાભ લેવાની છૂટ આપી હતી. જે બાદ મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના એ સરકારી આદેશને રદ કર્યો છે. આજે પી. પીઠે આ મામલે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે બહાલ રાખ્યો છે. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે હિન્દુ સામાજિક વ્યવસ્થામાં જાતિગત પછાતપણું એક ખાસ વ્યવસ્થા અંતર્ગત આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ ધર્માંતરણ કરે છે, ત્યારે તે સામાજિક પછાતપણું આપોઆપ બિન-હિન્દુ વ્યવસ્થામાં પહોંચી જતું નથી. કોર્ટ કહ્યું કે, હિન્દુ સામાજિક વ્યવસ્થાના પછાત વર્ગ કે અનુસૂચિત જાતિ સાથે સંકળાયેલી વ્યક્તિ કોઈ અન્ય ધર્મ અપનાવ્યા પછી અનામતનો લાભ મેળવવાનો દાવો કરી શકે નહીં. ધર્મ પરિવર્તન પછી હિન્દુ સામાજિક વ્યવસ્થાનું પછાતપણું બીજા ધર્મમાં કે બિન-હિન્દુ સામાજિક વ્યવસ્થામાં સ્થાનાંતરિત થઈ શકતું નથી. તમિલનાડુ સરકારે રાજ્યમાં ૭ મુસ્લિમ સમુદાયોને પછાત વર્ગ તરીકે માન્યતા આપવા સંબંધિત સરકારી આદેશ બહાર પાડયો હતો. આ આદેશ અંતર્ગત અન્ય પછાત વર્ગના એવા લોકોને પણ ‘બેકવર્ડ ક્લાસ મુસ્લિમ’ શ્રેણીમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી હતી જેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો હતો, જેને તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તમિલનાડુ સરકારે કોર્ટ સમક્ષ એવી દલીલ રજૂ કરી હતી કે ધર્મ પરિવર્તન છતાં જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે, તેમને અનામતનો લાભ મળવો જ જોઈએ. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે ફક્ત ભૂતકાળમાં પછાત વર્ગ કે અનુસૂચિત જાતિમાં હોવાના આધારે ધર્મ બદલ્યા પછી એ જ આધારે અનામત આગળ વધારી શકાય નહીં.




