2- ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151 મી જન્મ જયંતિના શુભ દિવસે ગોંડલ સબ જેલમાં એક કાર્યક્રમ રાખવામાં આવેલ . જેમાં મોહનદાસ થી મહાત્મા સુધીની સફર ને વર્તમાન સમયમાં કેમ જીવનમાં ઉતારી શકાય અને પોતાના વાણી વર્તનમાં કેમ બદલાવ લઈ આવી શકાય તે બાબતે અશોકભાઈ શેખડા , રજનીશભાઈ રાજપરા અને ગોપાલભાઈ સખીયાએ પોતાના વિચારો વ્યક્ત કરેલ.. સામન્ય વિધાર્થી મોહન થી શરૂ કરીને દેશના મહાત્મા સુધી ની સફરમાં તેમણે કરેલા પ્રયત્નો , પોતાની વ્યક્તિગત બાબતો ની નિખાલસતાથી જાહેર જીવન માં સ્વીકાર .. વ્યક્તિગત પડેલ આફતને અલગ દ્રષ્ટિકોણ થી જોઈ ને દેશ માટે સ્વતંત્રતા નો અવસર… એક માત્ર પોતડી પેહરલો માણસ હાથ ઊંચો કરે અને તેની પાછળ સમગ્ર દેશ કાઈ જ વિચાર્યા વગર ચાલી નીકળે તો તે ગાંધીની વિચારધારા કેટલી સશક્ત હશે , તેની નિર્ણય શક્તિમાં કેટલી દુરંદેશી હશે… લાઠીઓ ખાવા છતાં પણ કોઈપણ સંજોગોમાં પીછેહઠ ન જ કરવી એ માટે કેટલું મનોબળ મજબૂત હશે. સત્ય , અહિંસા ,અને કરુણા ની મૂર્તિ સમાન ગાંધીજી આજે પણ લોકોને માટે એટલા જ પ્રેરણાદાયી રહેશે.મેનેજમનેટ હોય કે ટ્રસ્ટીશિપ , બાળક હોય કે વડીલ દરેકને પોતપોતાના ચશ્માં પહેરવો તો પણ દરેક સમયે ગાંધી કઈક અલગ જ સીખ આપતા જોવા મળશે. આઈન્સ્ટાઈનના શબ્દોમાં કહીએ તો આવતી પેઢી કદાચ માનવા પણ તૈયાર ન થાય કે આવો કોઈ હાડમાંસનો બનેલો માનવી આટલી અડગ શ્રદ્ધા ધરાવતો હોય… જેલના બંદીવન ભાઈઓ જોડે આજે ગાંધીજીના જીવન ને લગતી ઘણી બધી વાતચીત અને તેમને પોતાના જીવનમાં અને વર્તન માં કઈ રીતે ઉતારવી અને જ્યારે જીવનની સેકન્ડ ઇનિંગ ચાલુ થાય ત્યારે ગાંધી ના સિદ્ધાંતો અને તેની જીવન પ્રણાલીને કેમ સાકાર કરવી તે બાબતે રજનીશ રાજપરા અને અશોકભાઈ શેખડાએ પોતાના વિચારો રજૂ કરેલ.જેલર શ્રી ગમારા સાહેબ દ્વાર તેમનો આભાર માનવામાં આવેલ.