દેશી ખાતર ના ઉકરડામાં 21 બોટલ વિદેશી દારૂ છુપાવામાં આવ્યો હતો.
ગોંડલ તાલુકાના રાવણા ગામે તાલુકા પોલીસે બાતમીના આધારે સાગરા મધુભાઈ સોલંકી ઉમર વર્ષ ૨૦ અને ત્યાં દરોડો પાડી ખુલ્લા વાડામાં તલાશી લેતા દેશી ખાતર ના ઉકરડામાં સિમેન્ટની પ્લાસ્ટિકની થેલી ના બાસકા માં છુપાવેલી વિદેશી દારૂની london pride premium whisky ની 21 બોટલો કિંમત રૂપિયા 6300 ની મળી આવતા ઉપરોક્ત શખ્સની ધરપકડ કરી કોરોના રિપોર્ટ કરાવવા કાર્યવાહી હાથ ધરાઇ હતી અને પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫-અ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
- Advertisement -
પોલીસે આરોપીની ધરપકડ કરી ઉપરોક્ત માલ ક્યારે અને કોની પાસેથી મળ્યો હતો દારૂના વેપલામાં તે કેટલા સમયથી જોડાયેલો હતો તે અંગે પણ પૂછપરછ શરૂ કરાઇ છે.


