બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા પગીયાના મુવાડા ગામમાં વિનોદ સિંહના કુટુંબના માણસો તેમજ સગાસંબંધીઓ ભેગા થઈ ગયેલ મનીષા ની લાશ કૂવામાંથી કાઢવા ન દેતા હતા.તેમજ શ્રવણ નામના યુવકને બાંધી દેતા તેને મુક્ત કરતા ન હતા અને શ્રવણ ને પણ મારી નાખવા મોટા પ્રમાણમાં માણસો એકત્રિત થયેલા હતા તે બાબતની જાણ સાઠંબા પોલીસને મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન .સી .ચૌહાણ તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ બનાવની જાણ શ્રી એન .સી .ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાઠંબા તાત્કાલિક ધોરણે સુપરવાઇઝર અધિકારી શ્રી.બી .બી બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર જાણકારી આપીને શ્રી બી.બી .બસિયા તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ વણસે લી જોઈને તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરીને બોલાવી લેવામાં આવી હતી. બેફામ બનેલા હિંસક ટોળાને શ્રી .બી .બી .બસિયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા શુદ્ધ બુદ્ધિ અને વિવેક પૂર્વક જરૂરી પોલીસ બર પ્રયોગ ઉપયોગ કરી ટોળાને વિખેરીને હિંસક ટોળામાં ઘેરાયેલા યુવાનને બચાવીને તાત્કાલિક વાત્રક હોસ્પિટલ માં મોકલી આપવામાં આવ્યો હતો. યુવાન હાલમાં સ્વચ્છત હાલતમાં છે.
આમ એક યુવાનનો જીવ બચાવી એક ઉત્તમ ઉદાહરણ અરવલ્લી પોલીસે પાડેલ છે.
(૧) નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ બી.બી બસિયા
(૨) સીપીઆઇ.બાયડ
(૩)એન .સી ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાઠંબા પોલીસ સ્ટેશન.
જગદીશ સોલંકી અરવલ્લી..


