ગોંડલ
ગોંડલ પરફેક્ટ કલાસીસ રજનીશભાઈ રાજપરા ને ત્યાં અભ્યાસ કરતા સૌમ્ય નિરવભાઈ મકવાણા ઉ.વ.12 એ માત્ર 1 જ મિનિટ માં 89 ભાગાકાર ગણી ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા માં પોતાનું સ્થાન અંકિત કરી ને અદભુત એવો વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. છેલ્લા 6 મહિના થી સૌમ્ય અને રજનીશભાઈ દ્વારા એક પરિશ્રમ રૂપી યજ્ઞ ચાલુ કરાયો હતો અને જેની ફલશ્રુતિ રૂપે તેમણે તૈયાર કર્યા ગોંડલ માં Super 20 બાળકો આ દરેક બાળક પાસે કાઈ ને કાઈ વિશેષતા છે. આ super 20 માંથી માત્ર 12 વર્ષ ના સૌમ્ય નિરવભાઈ મકવાણા એ ગણિતનના અઘરા કહી શકાય એવા ભાગાકાર ને પોતાનું લક્ષ્યાંક બનાવ્યું અને શરુ થઈ એક જબરજસ્ત તૈયારી. રોજ ની 4 થી 5 કલાક ની સખત અને સતત મેહનત રોજ ના 50 થી 60 પેપર ની મેહનત અને એ પણ કાઈ બે ચાર દિવસ નહિ હો, છેલ્લા છ મહિના ની એકધારી.
સૌમ્ય ને ટ્રેઈન કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર પરફેકટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના ડાયરેકટર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ સિદ્ધિ મેળવવા અમે અબેકસ પદ્ધતિ નો ઉપયોગ કરેલ. બાળકો ને ગણિત ના સામાન્ય પાળા કે ટેબલ પણ યાદ રાખવામાં તકલીફ પડે છે કે ગણિત અઘરું લાગતું હોય તેને સરળ બનાવવું હોય કે બાળકો નો પાયો મજબૂત બનાવવો હોય તો આ અબેકસ મેથડ બાળકો ને ખૂબ ઉપયોગી થાય છે અને આ દ્વારા જ અમે છેલ્લા છ મહિના થી સતત મેહનત કરી રહ્યા હતા. આ રેકોર્ડ એ માત્ર સૌમ્ય નો કે પરફેક્ટ કલાસીસ નો જ નથી , આ રેકોર્ડ ગોંડલ નો છે. 12 વર્ષ ની ઉંમર ના સૌમ્ય ના આ અદભુત કાર્ય માટે ગોંડલ ને હમેશા ગર્વ રહેશે. ગયા વર્ષે જ 2019 માં ગોંડલ ની સાડા છ વર્ષ ની ધ્વનિ દીપેનભાઈ વેકરિયા એ કમબોડીયા ખાતે ચેમ્પિયન એવોર્ડ મેળવેલ અને હવે સૌમ્ય એ કર્યો છે વર્લ્ડ રેકોર્ડ …. આ બાળકો ને તૈયાર કરવામાં તેમના ટીચર ઈશાની ભટ્ટ ,જાનવી બેન અને તેમના પરેન્ટ્સ નિરવભાઈ અને ક્રિષ્ના બેન નો પણ સિંહફાળો છે.
તા.11.12 2020 ના રોજ વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા અમદાવાદ એ સૌમ્ય ની આ સિદ્ધિ ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી રેકોર્ડ માન્ય રાખેલ છે. સાંસદ રમેશભાઈ ધડુકે સૌમ્ય મકવાણા ની અને રજનીશભાઈ રાજપરા ની આ સિદ્ધિ ને બિરદાવી હતી. આ રેકોર્ડ કરવામાં ગોંડલ હવામહેલ ના જ્યોતિર્મયસિંહ જી , પ્રાંત અધિકારી રાજેશ આલ, મામલતદાર નકુમ, મણવર , મનીષભાઈ જોષી તેમજ પ્રકૃતિ પ્રેમી હિતેશભાઈ દવે ની ઉપસ્થિતિ માં આ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં સહયોગ પ્રાપ્ત થયેલ હતો.


