અરવલ્લી જિલ્લા પ્રભારીમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને વર્ષ :-૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ ની વિવિધ જોગવાઈઓના વિકાસલક્ષી કામોની સમીક્ષા બેઠક યોજાઈ.
અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલ અરવલ્લી રક્ષતિ રક્ષત: પ્રકાશનનુ વિમોચન મંત્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.*
- Advertisement -
મોડાસા ગુરુવાર- ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માં અરવલ્લી જિલ્લામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ માટેની પ્રભારીમંત્રી રમણલાલ પાટકર રાજ્યકક્ષાના મંત્રી વન અને આદિજાતિ વિકાસના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ૧૫% વિવેકાધીન જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈ, ખાસ અંગભુત જોગવાઈ, આદિજાતિની જોગવાઈ, એ.ટી.વી.ટી. જોગવાઈ ઉપરાંત ડી.એમ.એફ.ફંડ, પ્રાયોજના વહીવટદાર કચેરી હસ્તકની જે પૈકી વિવેકાધીન જોગવાઈમાં કુલ રકમ રૂ.૮૫.૬૮ કરોડના ૫૩૭૧ કામોને મંજૂરી આપવામાં આવેલ હતી. અને આ કામો સમયમર્યાદામાં ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય અને જિલ્લાની પ્રજાને સરકારશ્રીની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ વિના વિલંબે સમયસર મળી રહે તેમ જણાવ્યુ હતુ. યોજનાઓના અમલીકરણમાં વિલંબ ન થાય અને જે તે વર્ષની ગ્રાન્ટ જે તે વર્ષમાં જ વપરાય અને ગ્રાન્ટ મુદત પૂર્ણ થતાં ગ્રાન્ટ પરત કરવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે જોવા પણ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
વધુમાં મંત્રીએ વન વિભાગની ચાલતી વિવિધ યોજનાની પણ સમીક્ષા કરી હતી તથા અરવલ્લી જિલ્લા વન વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલ અરવલ્લી રક્ષતિ રક્ષત: પ્રકાશનનુ વિમોચન મંત્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાવેરા, જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભી, પ્રાયોજના વહીવટદાર એસ.પી. મુનીયા, અરવલ્લી જિલ્લા ભાજપા અગ્રણી રાજેન્દ્રભાઇ પટેલ સહિતના જિલ્લા કક્ષાના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી મોડાસા,બાયડ તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રોગ્રામ ઓફીસર ICDS, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન (રાજ્ય અને પંચાયત) વિભાગ, કાર્યપાલક ઈજનેર સિંચાઈ (પંચાયત) વિભાગ, કાર્યપાલક ઈજનેર જાહેર આરોગ્ય અને યાંત્રિક વિભાગ, ચીફ ઓફીસર મોડાસા સહિતના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર- જગદીશ સોલંકી અરવલ્લી.


