પિતરાઈ ભાઈ યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી શખ્સોએ કાકાને લમધારી નાખ્યા
- Advertisement -
ગોંડલ
શહેરના ખોડીયાર નગર ગોકુલધામ વિસ્તારમાં રહેતા અને તાલુકાના કાલંભડી ગામ પાસે પશુધન ચરાવવાનું કામ કરતા અરશીભાઈ લાલજીભાઈ માલાણી ને જેતપુર તાલુકાના રૂપાવટી ગામે રહેતા કીલાણ કરમાણ નાકરાણી તેનો પુત્ર ગોવિંદ, દેવાયત દેવરામ નાકરાણી તેનો ભાઈ નાણ સહિતનાઓએ લાકડી અને લોખંડના પાઇપ વડે માર મારતા ગંભીર ઇજા પહોંચાડી હતી જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ipc કલમ 323 324 325 341 114 તથા જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદી અરશીભાઈ એ બનાવ અંગે પોલીસને જણાવ્યું હતું કે તેમના કાકા નાજાભાઇ રામજીભાઇ માલાણી નો દીકરો દેવશી 5 મહિના પહેલા ઉપરોક્ત આરોપીઓની પિતરાઈ બહેન ગોગડી લે ભગાડીને લઈ ગયો હતો જે અંગેનો ખાર રાખી હુમલો કર્યો હતો


