ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીના ગોડાઉનમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પીએસઆઇ આર ડી ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ સહિતનાઓએ દરોડો પાડી જુગાર રમી રહેલા ખમીશા ઓસ્માણભાઈ માજોઠી રહે ભગવત પરા, ભરત ભનુભાઈ ઔતરાડી રહે ગુંદાળા ગામ, જેન્તી ભીમજીભાઇ મેર રહે ભગવત પરા પટેલ વાડી પાસે ને રોકડા રૂપિયા 12230 તેમજ મોબાઈલ નંબર ત્રણ મળી કુલ રૂપિયા 16230 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દરોડામાં સંજય કેશુભાઈ નામનો વ્યક્તિ નાસી ગયો હોય તેને ઝડપ પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા


