અરવલ્લી જીલ્લાના જીલ્લાના મોડાસા શહેર નજીક સબલપુર પાસે બે CNG રીક્ષાઓમાં ગુપ્ત ખાનું બનાવી ૧૦૬ નંગ વિદેશી દારૂની બોટલની ડિલેવરી કરે તે પહેલાં વટવા અમદાવાદના બે બુટલેગરોને અરવલ્લી LCB પોલીસે ઝડપ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી એલસીબી પી.આઈ આર કે પરમાર અને તેમની ટીમે પ્રોહી ડ્રાઈવ દરમિયાન મોડાસા – હિંમતનગર હાઈવે પર સબલપુર ગામની સીમમાં નાકાબંધીમાં હતા
- Advertisement -
તે દરમિયાન આવી પહોંચેલી બે CNG રીક્ષાઓમાંથી વટવા અમદાવાદના બે બુટલેગરો વિદેશી દારૂની ડિલેવરી કરે તે પહેલાં વિદેશી દારૂની બોટલો નંગ. ૧૦૬. કિંમત રૂપિયા ૬૩,૬૦૦/-ના વિદેશી દારૂ સહિત બે રિક્ષાઓ, બે મોબાઈલ સહિત રૂપિયા ૨,૬૬,૧૦૦/- મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧) આરીફ અબ્દુલકાદર પઠાણ રહે.. વટવા, અમદાવાદ શહેર (૨) મુદરશેર મોબિનઅહેમદ અંસારી રહે. વટવા, અમદાવાદ શહેર. બંને આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જગદીશ સોલંકી અરવલ્લી.


