ગોંડલ

તા- ૧૭-૯-૨૦૨૦ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ નિમિતે ગોંડલ શહેર ભાજપ દ્વારા પ્રિયન પ્રવિણભાઇ રૈયાણી ના સહયોગથી વોર્ડ નં -૯ માં સફાઈ કર્મચારી તેમજ વાલમેન સ્ટાફને કોરોનાના સંક્રમણ થી બચવા, સ્ટીમ વેપોરાઈઝર, સેનિટાઈઝર તેમજ માસ્ક વિતરણ કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, મહામંત્રી અશોકભાઇ પરવાડીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શશિકાંતભાઈ રૈયાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રવિણભાઈ રૈયાણી, રમેશભાઈ મહેતા, વિમલભાઈ મોણપર, મોન્ટુ ભટ્ટી સહિતનાઓ હાજર રહ્યા હતા.