By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિવૃત ઈજનેર લલીત વાઢેરે ટીંબાવડીમાં સરકારી જમીનમાં ખોટો અભિપ્રાય આપી બિલ્ડરોને જમીન પધરાવી દીધી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > નિવૃત ઈજનેર લલીત વાઢેરે ટીંબાવડીમાં સરકારી જમીનમાં ખોટો અભિપ્રાય આપી બિલ્ડરોને જમીન પધરાવી દીધી
જુનાગઢ

નિવૃત ઈજનેર લલીત વાઢેરે ટીંબાવડીમાં સરકારી જમીનમાં ખોટો અભિપ્રાય આપી બિલ્ડરોને જમીન પધરાવી દીધી

Khaskhabar Editor
Last updated: 2022/04/13 at 4:17 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

નિવૃત સિટી ઇજનેર લલીત વાઢેરને 50 હજારનો દંડ ફટકારતા ગેરકાયદે બાંધકામનું ભૂત ફરી ધૂણ્યું

જૂનાગઢ મહાનગર પાલિકામાં લલિત વાઢેરનાં કાર્યકાળમાં થયેલાં બાંધકામની તપાસ થવી જોઇએ

- Advertisement -

તાત્કાલિક સિટી ઇજનેર વાઢેર રાજકીય નેતા અને બિલ્ડર લોબીનાં નજીકનાં માણસ

ખાસ-ખબર સંવાદદાતા

જૂનાગઢ મનપાની બાંધકામ શાખાનાં સિટી ઇજનેર લલિત વાઢેર નોકરી દરમિયાન પણ વિવાદમાં રહ્યા હતાં અને નોકરી બાદ પણ વિવાદ તેનો પીછો છડવાનું નામ લેતા નથી. લલિત વાઢેરનાં કાર્યકાળમાં રાજલક્ષ્મી પાર્કમાં બીએમ સ્કવેર નામનાં બિલ્ડીંગનાં બાંધકામમાં ખોટો અભિપ્રાય આપવાની ફરિયાદમાં તેમને કમિશ્નર રાજેશ તન્નાએ 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. લલિત વાઢેરને દંડ થતા ફરી એક વખત જૂનાગઢમાં ગેરકાયદેસર બાંધકામનું ભૂત ધૂણ્યું છે. જૂનાગઢનાં ટીંબાવડીમાં સરકારની જમીનમાં પણ ખોટા અભિપ્રાય આપી બિલ્ડરોને જમીન પધરાવી દીધાની ફરિયાદ ઉઠી છે. તેમજ લલિત વાઢેરનાં કાર્યકાળમાં થયેલા બાંધકામની તપાસ કરવામાં આવે તો અનેકનાં તપેલા ચડી જાય તેમ છે. આ ઉપરાંત નિવૃત સિટી ઇજનેર રાજકીય નેતા અને બિલ્ડર લોબીનાં માનીતા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ગઇકાલે લલિત વાઢેરને દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારે વધુ એક પ્રકરણમાં ખોટો અભિપ્રાય આપ્યાની રજુઆત થઇ છે. આ અંગે જૂનાગઢનાં રાજેશભાઇ ડવે કમિશ્નરને રજુઆત કરી જણાવ્યું છે કે,જૂનાગઢનાં ટીંબાવાડી સર્વે નં. 116 વાળી જમીન જે સરકારની માલિકીની છે. આજે પણ રેવન્યુ રેકોર્ડ ઉપર ચાલે છે. આ જમીન ટીપી સ્કીમમાં આવેલી નથી.

- Advertisement -

જમીન સરકારની પડતર ખેતર હોય નિયમાનુંસાર બીનખેતી કરવા જેવી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. છતા પણ બાંધકામ મંજુરી આપી દેવામાં આવી હતી. ઉપરાંત જમીન વેંચાણ યોગ્ય હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. લલિત વાઢેર બિલ્ડર લોબીનાં નજીકનાં અધિકારી હોય તેમના દ્વારા સરકારની માલિકીની જમીન ગેરધોરણે ખાનગી બિલ્ડર્સને વેંચાણે આપવાની પ્રક્રિયામાં ખોટા અભિપ્રાય આપવામાં આવ્યાં હતાં. તેમજ ખોટી રીતે દરખાસ્તો કરી સરકારી જમીન ગેરકાયદે વેંચાણ માટે આપી ગુનાહીત કાર્ય કર્યું હતું. આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર તમામ સામે શિક્ષાત્મક પગલા લેવા માંગ છે.

નદીનું માર્જીન છોડવું ન પડે તે માટે ખોટો રિપોર્ટ કર્યો
રાકેશ ડવે જણાવ્યું હતું કે,બીએમ સ્કેવરની મંજુર આપતા પહેલા સર્વે રિપોર્ટમાં તત્કાલીન ચીફ ઇજનેરની જાણ,માહિતી અને દોરવણી હેઠળ બિલ્ડર્સને નદીથી માર્જીન છોડવું ન પડે તે માટે કાળવા નદીથી બાંધકામનો અંતર બાબતે ખોટા રિપોર્ટ આજી ૠઉઈછની જોગવાઇઓ અને નિયમોનો ભંગ કરી બાંધકામની મંજુરી મેળવી ગુનો કર્યો છે.

લલિત વાઢેર સામે પોલીસ ફરિયાદ નોંધવા રજૂઆત
જૂનાગઢનાં વિરલ જોટવાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇને રજુઆત કરી જણાવ્યું હતું કે,જૂનાગઢ મનપામાં સરકારી રેકર્ડ સાથે ચેડાં કરવાનું કૌભાંડ થઇ રહ્યું છે. જૂનાગઢનાં નિવૃત સિટી ઇજનેર લલિત વાઢેરને 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ અંગે તત્કાલીન કમિશ્નર તુષાર સુમેરાએ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.તેમની બદલી જતા કમિશ્નર રાજેશ તન્નાએ 50 હજારનો દંડ ફટકાર્યો છે. પરંતુ આ કેસમાં ભારતીય દંડ સહિતા કલમ 177, 181, 197, 198, 199, 200, 463, 464, 465, 468, 470, 471, 120(બી) તેમજ 217, 202, 166એ હેઠળ ગુનો આચરેલ છે. ફોજદારી કૃત્ય બદલ કમિશ્ર્નરે ફરિયાદ કરવાનો હોય છે. પરંતુ લલિત વાઢેરને શિક્ષામાંથી બચાવવાનાં ઇરાદે દંડ કર્યો છે. લલિત વાઢેર સામે ગુનો નોંધવા માંગ છે.

વાઢેરનાં કાર્યકાળમાં થયેલાં બાંધકામની વિજીલન્સ તપાસની માંગ
જૂનાગઢનાં તુષાર સોજીત્રાએ મુખ્યમંત્રીને રજુઆત કરી જણાવ્યું હતું કે, જૂનાગઢ મનપા પાસે રસ્તાઓનું આધારભુત રેકર્ડ ન હોય ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે. બાંધકામમાં ભ્રષ્ટાચાર થતો હોય તે નકારી શકાય નહી. આ બાબતની ગંભીર તપાસ થવી જોઇએ. તેમજ પૂર્વ સિટી ઇજનેર લલિત વાઢેરનાં કાર્યકાળ દરમિયાન આપવામાં આવેલી બાંધકામની મંજુરીઓ તેમજ રોડ-રસ્તાઓની કામગીરીનાં બીલમાં કરવામાં આવેલા ચૂકવણાંની વિજીલન્સ તપાસ કરવાનો હુકમ કરવામાં આવે તેવી માંગ છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બોર્ડની પરીક્ષા પૂરી: તા. 20 મે આસપાસ 12 સાયન્સનું પરિણામ જાહેર
Next Article બે વર્ષ બાદ કાલે મહાવીર જયંતિની ધામધુમથી ઉજવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?