3.60 લાખનાં 12.40 લાખ આપવાની લાલચ આપી હતી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ઇએસપીએન કંપનીમાં રોકાણ કરવાનાં નામે રૂપિયા 6.48 લાખની છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં દિપાંજલીમાં રહેતા કિશનભાઇ બોરખતરીયા અને વિજયભાઇ વાઢિયા ઇએસપીએન નામની કંપનીમાં એજન્ટ તરીકે કામ કરે છે.
- Advertisement -
બન્નેએ મધુરમ વિસ્તારમાં રહેતા પોપટભાઇ જીવાભાઇ ગેરજા અને અન્ય લોકોને ઇએસપીએન કંપનીમા રોકાણ કરવા કહ્યું હતું અને રૂપિયા 3,60,000 ના બાવન વીકમા રૂપિયા 12,40,000 પરત આપવાની લાલચ આપી હતી.
બાદ વિજયભાઇએ પોતાના નામનો રૂપિયા 3 લાખનો ચેક તથા રોકડા રૂપિયા 60 હજાર મળી રૂપિયા 3,60,000 લઇ લીધા હતા અને અન્ય લોકો પાસેથી રૂપિયા 7,20,000 મળી કુલ રૂપિયા 10,80,000 લીધા હતાં. બાદ પોપટભાઇ ગરેજા અને અન્ય લોકોને રૂપિયા 6,48,000 પરત આપ્યા ન હતાં. આ અંગે પોપટભાઇ ગરેજાએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કિશનભાઇ બોરખતરીયા અને વિજયભાઇ વાઢિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.