36 ગ્રાહકનાં નામ ખુલ્યાં: 11 ફોન મળી 1.34 લાખનો મુદામાલ કબજે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એલસીબીએ બ્લોચવાડામાં દરોડો પાડી ભારત-આર્યલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી લીધો હતો.પોલીસને તપાસ કરતા 36 ગ્રાહકનાં ટુંકા નામ મળી આવ્યાં હતાં. પોલીસને 11 મોબાઇલ ફોન,રોકડ રકમ મળી રૂપિયા 1.34 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
- Advertisement -
આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢનાં બ્લોચવાડા વિસ્તારમાં રહેતો અહેમદ અનિસ મેમણ પોતાના મકાનમાં મોબાઇલ અને લેપટોપ પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે ગતરાત્રે દરોડો પાડી એહમદ અનિશ મેમણને ભારત – આર્યલેન્ડ વચ્ચે ચાલતા મેચ પર સટ્ટો રમાડતા પકડી લીધો હતો અને સ્થળ પરથી 11 મોબાઇલ,બે લેપટોપ અને 6490 રૂપિયા મળી કુલ 1.34 લાખનો મુદામાલ મળ્યો હતો.
એલસીબીએ કિપેડ વાળા અને એન્ડ્રોઇડ ફોનની તપાસ કરતા તેમા મોબાઇલ નંબર ડાયલ અને રિસીવ કરેલા ફોન નંબર મળી આવ્યા હતા. આ ઉપરાંત એન્ડ્રોઇડ મોબાઇલમાં એપમાં ગ્રાહકોના ટૂંક નામ અને અલગ અલગ બેલેન્સની રકમ જોવા મળી હતી. ફોન અને લેપટોપમાં એકાઉન્ટ લિસ્ટમાં કૂલ 36 ગ્રાહકોના ટૂંકા નામ મળી આવ્યા હતા. એલસીબીએ આ અંગે એ ડીવીઝનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.