એરપોર્ટ રોડથી આમ્રપાલી ફાટક સુધી વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મીઠાઇ અને ફરસાણની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ દરમિયાન 4 નમૂના લઇ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના એરપોર્ટ રોડથી આમ્રપાલી ફાટક સુધી વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચાર સ્થળોએ નમુનાથી લેવાયા
1. મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -બાલાજી ગૃહ ઉદ્યોગ, શાસ્ત્રીનગર શેરી નં.-06, રામાપીર ચોકડી
2. મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -સાક્ષી ગૃહ ઉદ્યોગ, તિરુપતિ સોસાયટી, કોઠારીયા રીંગ રોડ પાસે
3. મોતીચૂર લાડુ (લુઝ): સ્થળ -શ્રી ગજાનન સોનપાપડી ગૃહ ઉદ્યોગ, કોઠારીયા રોડરાજકોટ
4. લાડુ (લુઝ): સ્થળ -ગુરુકૃપા ગૃહ ઉદ્યોગ, લાલ પાર્ક, ઢેબર રોડ



