By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    6 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    6 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    4 hours ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    4 hours ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 hours ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    6 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. ખાચરનાં સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાં ઉજાગર થયાં : ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ડૉ. ખાચરનાં સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાં ઉજાગર થયાં : ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત
જુનાગઢ

ડૉ. ખાચરનાં સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાં ઉજાગર થયાં : ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત

Khaskhabar Editor
Last updated: 2022/04/30 at 3:57 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ઇતિહાસનાં સાધક ડૉ. પ્રદ્યુમન ખાચરની ‘ખાસ-ખબર’ સાથે એક ખાસ મુલાકાત

ચોટીલા નજીકનાં સણોસરામાં જન્મ થયો, ઐતિહાસિક ભૂમિ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી

- Advertisement -

બાળપણથી ઇતિહાસ પ્રત્યે લગાવ રહ્યો: નાટક, ભવાઇ, સર્કસ જોવાનાં શોખીન રહ્યાં

સંશોધનનો લોકો અને સમાજ ઉપર પ્રભાવ પડ્યો, લોકો પ્રશ્ર્નો લઇને આવતાં થયાં

31 વર્ષ પહેલાં ઇતિહાસ સંશોધનની પ્રેરણા મળી, 32 પુસ્તક લખ્યાં

- Advertisement -

હરૂભરૂ
– સરમણ રામ

સૌરાષ્ટ્રમાં ઈતિહાસવિદોની ચર્ચા થાય ત્યારે પહેલી હરોળમાં કોઇનું નામ લેવાય તે છે જૂનાગઢનાં ઇતિહાસવિદ્ ડૉ. પ્રદ્યુમન ખાચર. ઇતિહાસનાં લેખન અને સંશોધનમાં અમુલ્ય યોગદાન ડૉ. પ્રદ્યુમન ખાચરનું રહ્યું છે. તેમનાં ઇતિહાસ પરનાં લેખન અને સંશોધનથી ઇતિહાસનાં અનેક પાનાઓ ઉજાગર થયા છે. જૂનાગઢ ઉપરનું લેખન આજે પણ લોકઉપયોગી બની રહ્યું છે. તેમની ઇતિહાસની યાત્રા અને યોગદાનની રસપ્રદ વાતો ખાસ-ખબરનાં માધ્યમથી જાણવાનો પ્રયાસ.

ડૉ.ખાચરનાં જન્મથી લઈ નોકરી સુધીની સફર
દરેક વ્યક્તિનાં જીવનમાં તેમનાં જન્મનું સ્થળનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ડૉ. પ્રદ્યુમન ખાચરનો જન્મ ઝવેરચંદ મેઘાણીનાં જન્મ સ્થળ ચોટીલાથી 15 કિમી દુર સણોસરા ગામમાં 6 ફેબ્રુઆરી 1969માં ભગુભાઇ ખાચરનાં ઘરે તેમનાં છઠ્ઠા સંતાન તરીકે જનકબાનાં કુખે થયો હતો.તેમનું બાળપણ સણોસરા ગામે ઘડાયું. 6 વર્ષના થતા સણોસરા પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ મળવ્યો. ધોરણ 5 સુધીનું શિક્ષણ સણોસરામાં પૂર્ણ કર્યુ.ધોરણ 6માં બગસરા ખાતે નજરૂદીન કમરૂદીન એડનવાલા તાલુકા શાળામાં પ્રવેશ મેળવ્યો. બાદ ફરી માધ્યમીક શિક્ષણ માટે ચોટીલાની શેઠ જે.એસ.સરકારી હાઇસ્કુલમાં પ્રવેશ મેળવ્યો. ફરી બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલમાં દાખલ થયા અને ધોરણ 12માં 58 ટકા સાથે પાસ થયા. ઉચ્ચ શિક્ષણ માટે રાજકોટમાં આગમન થયું. ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં સ્નાતકમાં પ્રવેશ મેળવ્યો. બાળપણથી ઇતિહાસ પસંદ હોય એટલે ઇતિહાસ વિષય પસંદ કર્યો અને 1989માં ફર્સ્ટકલાસ સાથે ઇતિહાસમાં સ્નાતક થયા. અનુસ્નાતક માટે સૌરાષ્ટ યુનિર્વસિટી ભવનમાં પ્રવેશ મેળવ્યો. બાદ રાજકોટ બી.એડ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ નાગેશ્રી, ગઢસીસા, ચાવંડ મુકામે હાઇસ્કુલમાં શિક્ષક તરીકે પસંદગી થઇ હતી. પરંતુ જૂનાગઢની ધરતી તેમને બોલાવતી હોય તેમ 5 ડિસેમ્બર 1992 થી જૂનાગઢમાં ઇતિહાસનાં પ્રોફેસર તરીકે કાયમી નિમણુંક થઇ.

ઇતિહાસનાં સંશોધનની પ્રારંભ યાત્રા
કૌટુબિંક વારસો, રાજદરબારી કુટુંબ, કુટુંબનાં સભ્યોનાં શોખ તથા પિતાનાં વલણને હિસાબે ઇતિહાસ પ્રત્યે ડૉ. પ્રદ્યુમન ખાચરનો અનુરાગ બંધાયો. 1991માં તેને વધુ પ્રોત્સાહન મળ્યું. 1991માં ઉનામાં સૌરાષ્ટ-કચ્છ ઇતિહાસ પરિષદ અધિવેશન મળ્યું હતું. ડૉ. ખાચરે તેમા ભાગ લીધો હતો. અહીં વોટસન મ્યુઝીયમનાં બે ક્યુરેટરોનું પ્રદાન નામનો સંશોધન લેખ વાચ્યો. આ લેખથી તેમની ઇતિહાસ સંશોધન યાત્રાનો પ્રારંભ થયો. પછી તો રાજયભરનાં ઐતિહાસીક ગામો,શહેરો. મ્યુઝીયમ, અભિલેખાગારો, મંદિરો, મસ્જિદો,ઇતિહાસકારોની મુલાકાત, ઇતિહાસનાં સાહિત્યનું વાંચન શરૂ કરી દીધું. જૂનાગઢ અભિલેખાગારમાં સતત 70 દિવસ કામ કર્યું. ઇતિહાસનાં સંશોધનમાં પાછુ વળીને ન જોયું. સંશોધન સાથે પુસ્તક લેખનો પણ પ્રારંભ કરી દીધો. એટલું જ નહી 1992માં સૌરાષ્ટ કચ્છ ઇતિહાસ પરિષદનાં મંત્રી તરીકે નિમણુંક થઇ.

ડૉ. શંભુપ્રસાદ દેસાઇનો જીવન પ્રભાવ પડ્યો
ડૉ. પ્રદ્યુમન ખાચરને કોલેજ,બીએડ સમયમાં અનેક ઇતિહાસનાં પ્રોફેસરો સાથે રહેવાનું થયું. તેની સાથે રહેવાથી ઇતિહાસનું ઉઠાણ પૂર્વક જ્ઞાન મેળવ્યું. ડૉ.શંભુપ્રસાદ દેસાઇનાં સહવાસનો ડૉ. ખાચરનાં જીવનમાં પ્રભાવ પડ્યો. ડૉ. શંભુપ્રસાદ દેસાઇ સાથે 1985/86થી પરિચય થયો. ડૉ. ખાચરને જૂનાગઢમાં નોકરી મળી અને ડૉ. શંભુપ્રસાદની સાથે બેસવાનુ અને ઇતિહાસનો રસ માણવાનો અનેરો અવસર મળ્યો. શુંભપ્રસાદનાં ઓજસ બંગલે લગભગ 6 થી 8 સાંજનાં મેળવાનું થતું હતું. પ્રથમ પુસ્તક કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિની પ્રસ્તાવના ડૉ. શંભુપ્રસાદે લખી આપી હતી. તેમની સાથેની ચર્ચા અને માર્ગદર્શનથી ડૉ.પ્રદ્યુમન ખાચરનાં જીવન પર પ્રભાવ પડ્યો હતો.

ઇતિહાસ માટે પ્રવાસ અને વાંચન
ડૉ. પ્રદ્યુમન ખાચરે ઇતિહાસનાં સંશોધન માટે ખુબ જ પ્રવાસ ખેડ્યાં છે.સૌરાષ્ટ્રનાં ગામડા અને શહેર ખુંદી નાખ્યાં. સૌરાષ્ટ્રનાં 450 જેટલા ઐતિહાસીક ગામો પસંદ કર્યા હતાં અને મોટાભાગનાં ગામની રૂબરૂ મુલાકાત લીધી છે. હજુ પણ પ્રવાસ કરી રહ્યાં છે. તેમણે 600 કરતા વધુ પસ્તકનું વાંચન કર્યું છે. વાંચન દરમિયાન સારી સારી બાબતો નોંધતા રહેતાં. એક ચોપડો બનાવી તેમા દરેક વસ્તુની નોંધ કરી લેતા હતાં.

પ્રથમ પુસ્તકનાં લેખન બાદ અવિરત લેખન યાત્રા
ડૉ. પ્રદ્યુમન ખાચરે પ્રથમ પુસ્તક કાઠી ઇતિહાસ અને સંસ્કૃતિ લખ્યું. પ્રો. સુરેશ પારેખનો તેમા સહયોગ મળ્યો. પ્રથમ પુસ્તક લખ્યા બાદ જાણે લેખન કાર્યની ભુખ લાગી હોય તેમ અવિરત પુસ્તક લખવાનું ચાલું રાખ્યું. જુદા જુદા વિષય ઉપર 32 જેટલા પુસ્તક લખી નાખ્યાં. તેમા તેમનું સૌથી પ્રિય પુસ્તક ગિરનારનો ઇતિહાસ છે. આ પુસ્તક 2009માં લખ્યું છે. 300 પેઇજનાં પુસ્તકમાં ગિરનારનો ઇતિહાસ કંડારવામાં આવ્યો છે. આ પુસ્તકનું વિમોચન કલેકટર અશ્ર્વિનીકુમારનાં હસ્તે કરવામાં આવ્યું હતું. તસ્વીરે જૂનાગઢ,પ્રાચીન ભારતનાં વિદેશી યાત્રી, ભૂચર મોરીની લડાઇ, ઇતિહાસ સુમન, સોરઠની વિદ્યાપીઠ બહાઉદીન કોલેજ, સૌરાષ્ટ ગુજરાતનાં શાસકોની વંશાવાળીઓ, ગ્રંથો અને શિલાલેખ, તવારીખ, કાઠિયાવાડનાં રાજવીઓ, સૌરાષ્ટ્રનો ગૌરવવંતો ઇતિહાસ સહિતનાં પુસ્તકોનું લેખન કર્યું છે.

ઇતિહાસનું સંશોધન સિવાયનાં શોખ
ડૉ. પ્રદ્યુમન ખાચર બાળપણથી ઇતિહાસનાં સ્થળોએ ફરવા જતા તેના કારણે તેના જીવનમાં ઇતિહાસનું સંશોધન મુખ્ય શોખ હતો. આ ઉપરાંત નાટકો, આખ્યાન, ભવાઇ, સરકસ અને નજર સમક્ષ થતાં ખેલ જોવાનો જબરો શોખ હતો. ખાસ કરીને અમરેલી જિલ્લામાં રહેવાનું થયું તેના કારણે સરકસ અને નજર સમક્ષ થતા ખેલ જોવાનો વધારે ઉત્સાહ રહેતો હતો. તેમજ યુવાનીમાં પર્વત પર ખડક ચઢાણ પણ કરતા હતાં.

સંશોધન અને પુસ્કત માટે અનેક એવોર્ડ મળ્યાં
દર વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જુદા જુદા ક્ષેત્રોનાં પુસ્કતોકને શ્રેષ્ઠ પુસ્તકનાં પારિતોષિક મળ્યાં છે. તેમજ 15 ઓગસ્ટ 21માં રાજય સરકાર દ્વારા ડોે. પ્રદ્યુમન ખાચરનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજ, જ્ઞાતિઓ, સંસ્થાઓ દ્વારા અનેક વખત સન્માનીત કરવામાં આવ્યાં હતાં.

You Might Also Like

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેતી માફિયાઓ પર અંકુશ નહી : સરસઇમાં પિતા, પુત્ર પર હુમલા
Next Article અરીસો, ઘર અને ઊર્જા છેવટે આ સંબંધ શો છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

શિક્ષણ ફી સહાય યોજના: 2892માંથી માત્ર 674 અરજી જ મંજૂર, અનેક પરિવારો સહાયથી વંચિત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
જુનાગઢ

જૂનાગઢ રેન્જમાં ‘ઓપરેશન સજ્જતા’ અસામાજિક તત્ત્વો પર પોલીસનો સપાટો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

પ્રજાના ખર્ચે બનેલા સરોવરમાં પ્રી-વેડિંગ શૂટિંગનો 3 કલાકનો 5000 ચાર્જ વસુલાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?