સરકાર ચૂંટણી અને વેપારીઓના વિરોધને કારણે અમલ મુલત્વી રાખે તેવી શકયતા
દેશમાં કયુઆરકોડ આધારિત યુપીઆઈ પેમેન્ટ સીસ્ટમમાં પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાએ મર્ચન્ટ બેન્કીંગ ચાર્જ (એમડીઆર) લગાવવા જ જાહેરાત કરી છે તેનો અમલ વધુ એક વખત મુલત્વી રહે તેવી ધારણા છે. રૂ.૨૦૦૦થી વધુના વ્યવહારો તથા આ ચાર્જ ફકત વ્યાપારીથી વ્યાપારીના પેમેન્ટ માટે એટલે કે સામાન્ય ઉદ્યોગકારોને ચાર્જ ભરવો પડશે નહી. તેવી તમામ જાહેરાતો થઈ હતી અને તા.૧૫ ઓકટોબરથી તે લાગુ થવાનુ હતુ પણ દેશભરમાં વ્યાપક વિરોધ તથા દિપાવલીના તહેવારોના સમયે આ પ્રકારના ચાર્જથી વ્યવહારો ખોરવાશે તેવા ભયના કારણે તેનો અમલ દિવાળી પછી કરવા નિર્ણય લેવાયો હતો પણ હવે આગામી વર્ષના પ્રારંભે ઉતરપ્રદેશ સહિત પાંચ રાજયોની ધારાસભા ચુંટણીઓ આવી રહી છે. તેને ધ્યાનમાં રાખીને વધુ એક વખત એમડીઆરનો અમલ મુલત્વી રહી શકે છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ વ્યાપારી સંગઠનોએ આ પ્રકારના ચાર્જનો વિરોધ કર્યો છે અને અગાઉ તા.૨ ઓકટોબરના દેશભરમાં નો-યુપીઆઈ ડે મનાવીને આ પેમેન્ટ સીસ્ટમ એક દિવસ બંધ રાખી હતી.
- Advertisement -
MDR ફિકસ રૂ.5 જ રખાશે!
યુપીઆઈએ ૦.૪૦% સુધી મર્ચન્ટ બેન્કર રેટ (એમડીઆર) લગાવવાના નિર્ણય પર વ્યાપારી આલમમાં જબરો વિરોધ છે. ખાસ કરીને વ્યવહારની રકમ મુજબ આ ચાર્જ રૂ.૩૦૦ સુધી જઈ શકે છે પણ વ્યાપારી આલમ તેનો વિરોધ કરશે જેથી સરકાર મર્ચન્ટ ટુ મર્ચન્ટ અથવા તો બીઝનેસ-ટુ-બીઝનેસ વ્યવહારોમાં મહતમ રૂ.૫નો ફીકસ ચાર્જ વસુલવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે.



