ડી.એમ.એફ. રાજકોટ દ્વારા કુલ ૧૩૩ પ્રોજેક્ટ હાથ ધરાયા.
રાજકોટ : ખાણ પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારના વિકાસ માટે ડીસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશનની રચના દરેક જિલ્લામાં કરવામાં આવેલ છે .આ પ્રોજેક્ટમાં એજ્યુકેટીવ કમિટી અને ગવર્નિંગ કાઉન્સિલ એમ બે કમિટીની રચના કરવામાં આવતી હોય છે .આ પ્રોજેક્ટ અંતર્ગત મેજર મિનરલમાં રોયલ્ટીના ૨૦ ટકા અને માઇનોર મીનરલમા રોયલ્ટીના ૧૦ ટકા ડી.એફ.ફંડની વસુલાત કરવામાં આવે છે .આ ફંડનો ઉપયોગ અસરગ્રસ્ત વિસ્તારમાં અલગ-અલગ પ્રકારના વિકાસના કામો માટે કરવામાં આવે છે. આ કામોને હાઈ પ્રાયોરિટી ૬૦ ટકા અને લો પ્રાયોરિટી ૪૦ ટકામાં વહેંચણી કરવામાં આવેલ છે .
- Advertisement -
રાજકોટ જિલ્લામાં ખાણ પ્રભાવિત વિસ્તારમાં કુલ ૧૩૩ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. જેની ગ્રાન્ટ રૂ.૭૯૪. ૫૪ લાખ ફાળવવામાં આવેલ છે .જેમાંથી કુલ ૭૪ પ્રોજેક્ટ પૂર્ણ થયેલ છે .બાકીના ૮ પ્રોજેક્ટ કાર્યરત છે .જે ૭૪ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે તેની ૩૧ મે ૨૦૨૧ ની સ્થિતિએ જોઈએ તો ડ્રિંકિંગ વોટર સપ્લાયના ૧૩ કામો ૫૨.૭૨ લાખ, સેનિટેશનના ૩૨ કામો ૧૨૫ લાખ, હેલ્થ કેરના ૩ કામો ૧૨.૯૭ લાખ, એજ્યુકેશનના પ કામ રૂ.૨૪.૬૦ ફિઝિકલ ન્ફ્રાસ્ટ્રક્ચરના ૨૦ કામો ૧૦૮.૬૪ લાખ અને ઈરીગેશન નું એક કામ ૪.૯૬ લાખ એમ કુલ ૭૪ કામો ૩૨૮.૮૯ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે.


