રાજકોટ: કોરોના કાળમાં ગ્રામિણ શ્રમિકોને ઘરઆંગણે રોજગરી મળી રહે અને ગ્રામીણ અર્થતંત્ર ધબકતું રહે તે માટે રાજય સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ જિલ્લામાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં હાલ મનરેગા હેઠળ કુલ ૪૨ નિશ્ચિત કરેલા કામો પૈકી ૨૪ કામો તળાવ ઉંડા કરવાના ચાલી રહ્યા છે. જયારે પાંચ કામો પૂર્ણ કરાયા છે. મનરેગાના કામો થકી અત્યાર સુધીમાં કુલ ૪૩૨૫ ગ્રામીણ શ્રમિકોને ૧૧૧૨૧ માનવદિન રોજગારી પુરી પાડવામાં આવી છે. જેમાં શ્રમિકોને કુલ ૧૬ લાખ થી વધુની રકમની ચુકવણી કરાઇ છે તથા ૯૦૭૮ ધનમીટર કામ થયેલ છે.


