રાજકોટની સેસન્સ કોર્ટના સજાના હુકમ સામે આરોપી દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી
2009માં ડાયાભાઇની તેની ઓફિસમાં જ છરીના ઘા મારીને આરોપીએ હત્યા કરી હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ટોચના બીલ્ડર ડાયાભાઈ કોટેચાની સને-ર009 માં તેમની ઓફિસમાં જ છરીઓના ઘા મારી મૃત્યુ નિપજાવવાના કેસમાં પકડાયેલ આણંદપરના શૈલેન્દ્ર બચુભાઇ જાડેજાને રાજકોટ સેશન્સ અદાલત દ્વારા કરવામાં આવેલ આજીવન કેદની સજાના હુકમ સામે કરાયેલ અપીલ સુપ્રીમ કોર્ટે નામંજુર કરતા બેફામ થયેલા ભૂમિયાઓમાં ખોફની લાગણી પ્રસરી જવા પામેલ છે.
સુપ્રિમ કોર્ટ દ્વારા આરોપીની આજીવન કેદની સજા કાયમ રાખી છે. રાજકોટમાં જમીન-મકાનના વ્યવસાયમાં ટોચનુ સ્થાન ધરાવતા ડાયાભાઈ કોટેચાને આણંદપર ગામના શૈલેન્દ્ર બચુ જાડેજાએ આણંદપરની સર્વે નં. 441 ની જમીનના વિવાદ સંદર્ભે તા.રપ/03/ર009 સાંજના સમયે ફુલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝા બીલ્ડીંગમાં તેમની ઓફિસમાં જ બેફામ છરીઓના ઘા મારી મૃત્યુ નિપજાવતા બનાવની ફરીયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ હતી જેમાં એવો આક્ષેપ કરાયેલ કે આણંદપરની સર્વે નં. 441 ની કિંમતી જમીન સંદર્ભે આરોપી તથા ગુજરનાર વચ્ચે કાલાવડની સિવીલ અદાલતમાં તકરાર ચાલુ હોય તે દરમ્યાન ગુજરનાર ડાયાભાઈને આરોપી તથા તેના પરીવારજનો દ્વારા પરેશાન કરવામાં આવતા ડાયાભાઈએ વિવિધ જગ્યાએ તેની ફરીયાદો કરેલ હતી જે બાબતનો ખાર રાખી આરોપી શૈલેન્દ્ર જાડેજા તા.રપ/03/ર009 ના સાંજના પોણા આઠેક વાગ્યાના સમયે જમીનના વિવાદને સુલટાવવાના બહાને રાજકોટ શહેરના ફુલછાબ ચોકમાં આવેલ સ્ટાર પ્લાઝા બીલ્ડીંગના પ્રથમ માળે ઓફીસ નં. 1ર8માં કોટેચા બીલ્ડર્સ પ્રા.લી. ના ગુજરનાર ડાયાભાઈ કોટેચાએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામના સર્વે નં. 441 ની તા. 04/1ર/1989 ના કરેલ સાટાખત કરાર તથા કુલમુખત્યારનામાવાળી જમીન સંબંધે કાલાવડ કોર્ટમાં ચાલતા દાવા સંબંધેનો ખાર રાખી અને આ બાબતે કાલાવડ પોલીસ સ્ટેશન તથા આણંદપર આઉટ પોષ્ટમાં અલગ અલગ ફરીયાદો કરેલ. તેમજ આ કામના આરોપી આણંદપર નીકાવા ખાતે શિવશકિત હોટલ પર ગેરકાયદે ધંધો કરે છે તેવી અરજીઓ કરેલ, તેનો રોષ રાખી આ કામના આરોપીએ ગુજરનાર ડાયાભાઈ કોટેચાની ઓફીસે જઈ આરોપીએ ગુજરનારનુ મોત નિપજાવવાના ઈરાદાથી અસંખ્ય છરીના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવેલ હતી.
- Advertisement -
આરોપી સામેનો કેસ રાજકોટની સેશન્સ અદાલતમાં ચાલતા આરોપીને ગુજરનારનુ ખુન કરવા અને પૂરાવાનો નાશ કરવા સહિતની ઈ.પી.કો. કલમ-30ર, 4પ0, ર01, 188 સહિતની કલમો હેઠળ તકસીરવાન ઠરાવી આરોપીને આજીવન કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ હતો. સેશન્સ કોર્ટના ચૂકાદાને આરોપી દ્વારા સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ જે અપીલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવતા આરોપી દ્વારા સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેંચ સમક્ષ પડકારવામાં આવતા આરોપી તરફે એવી રજૂઆતો કરાયેલ કે સેશન્સ અદાલતનો ચૂકાદો કાયદાના પ્રસ્થાપિત સિઘ્ધાંતો વિરૂઘ્ધનો અને હોટસ્ટાઈલ સાક્ષીઓ પર આધાર રાખીને અપાયેલો હોય કાયદાકીય રીતે તે ચૂકાદો ટકવાપાત્ર નથી તેમજ કેસમાં નજરે જોનાર સાહેદો અદાલત સમક્ષ આરોપીને ઓળખી શકેલ ન હોય કે ઓળખવાનો ઇન્કાર કરેલ હોય ત્યારે માત્ર સાંભળેલી વાતોની હકીકત પરથી કેસ સાબીત માનવામાં સેશન્સ અદાલતે ભૂલ કરેલ છે જેથી આરોપીની અપીલ મંજુર કરી નિર્દોષ ઠરાવી છોડી મુકવા દલીલો કરાયેલ હતી.
જયારે તમામ અદાલતોમાં સામાપક્ષે ડાયાભાઈ કોટેચાના પરીવાર વતી રોકાયેલ ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી મારફત આરોપીએ કરેલ અપીલનો વિરોધ કરતા એવી રજૂઆતો કરાયેલ હતી. તમામ પક્ષકારોની દલીલોના અંતે સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ અજય રસ્તોગી અને અભય ઓકાની ખંડપીઠ દ્વારા આરોપીની અપીલ નામંજુર કરી તમામ દસ્તાવેજો અને પૂરાવાઓ ઘ્યાને લેતા ગુજરનારનુ મૃત્યુ એકમાત્ર આરોપી શૈલેન્દ્રએ જ છરી વતી કરેલ હોવાનુ ચોકકસ પૂરવાર થાય છે તેમજ આરોપીના મોબાઈલ લોકેશન અને આરોપીના કપડા પરથી મળી આવેલ લોહીના ડાઘ પણ આરોપી સામે ફરીયાદપક્ષે રજૂ કરેલ પૂરાવાને સમર્થન આપે છે જેથી સેશન્સ અદાલતે પોતાના ચૂકાદામાં આપેલ તમામ કારણો સચોટ અને કાયદા મુજબના હોય આરોપી સામેનો કેસ સાબીત માની જે આજીવન કેદની સજા આરોપીને કરવામાં આવેલ છે તે વ્યાજબી અને ન્યાયીક છે જેમા હસ્તક્ષેપ કરવો યોગ્ય જણાતો ન હોય આરોપી શૈલેન્દ્રની અપીલ નામંજુર કરી આજીવન કેદની સજા કાયમ
રાખેલ હતી.


