RTO અધિકારી ઇન્દ્રજીત ટાંક સમયસર હાજર, પરંતુ સ્ટાફ મોડો પહોંચતો હોવાના આક્ષેપ
કામ માટે રૂપિયા લેવાતા હોવાની લોકમુખે ચર્ચા, કાર્યવાહી થશે કે કેમ તે અંગે સવાલ
- Advertisement -
રાજકોટ RTO કચેરીમાં સમયપાલન અને કામગીરીને લઈને અરજદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ RTO અધિકારી ઇન્દ્રજીત ટાંક સવારે અંદાજે ૧૦:૩૦ વાગ્યે કચેરીમાં હાજર થઈ જાય છે, પરંતુ નીચેનો કેટલાક સ્ટાફ બપોરે લગભગ ૧૨ વાગ્યા સુધી પહોંચતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. અરજદારો સવારથી જ કચેરીએ પહોંચી જાય છે, છતાં સ્ટાફ સમયસર હાજર ન હોવાથી લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. વધુમાં, સાંજે પણ કેટલાક કર્મચારીઓ નિયત સમય પહેલાં જ કચેરી છોડી જતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, કેટલાક અરજદારો પાસેથી ટેબલ પર જ કામ કરવા માટે રૂપિયા લેવામાં આવતા હોવાની લોકમુખે ચર્ચા પણ ચાલી રહી છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આ સમગ્ર મામલે છઝઘ અધિકારી ઇન્દ્રજીત ટાંક સ્ટાફ સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં, તે હવે જોવાનું રહ્યું છે.




