છેલ્લા નોરતે વિજેતા બહેનો ઉપર લાખેણા ઇનામોનો વરસાદ, અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી બહેનોને બીરદાવી અને ગુણવંતભાઈ ડેલાવાળા અને તેમની ટીમને અભિનંદન આપ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સરગમ અને સરગમ લેડીઝ ક્લબ દ્વારા ડીએચ કોલેજના મેદાનમાં આયોજિત ગોપી રાસોત્સવનું ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સમાપન થયું હતું. નવ-નવ દિવસ સુધી બહેનોએ માતાજીની આરાધના કરી હતી અને ગરબા રમ્યા હતા.
છેલ્લા દિવસે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને બિરદાવી હતી. ફાઈનલ નવમાં નોરતામાં હાજર રહેલા મહેમાનો મુકેશભાઈ દોશી, ડો. દર્શિતાબેન શાહ, જયમીનભાઈ ઠાકર, ભાવેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જ્યોતીન્દ્રભાઈ મહેતા,બકિરભાઈ ગાંધી, એમ.જે.સોલંકી, અતુલભાઈ શેઠ, હિમાંશુભાઈ નંદવાણા, રામજીભાઈ વેકરિયા, હરેશભાઈ લાખાણી, જયસુખભાઈ ધોડાસરા, પિન્ટુભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, હેતલભાઈ રાજયગુરૂ, રમેશભાઈ જીવાણી, કિશોરભાઈ જીવાણી, કિરીટભાઈ જીવાણી, અરવિંદભાઈ શાહ, જયસુખભાઈ ડેલાવાળા, શૈલેશભાઈ શેઠ, હાર્દિકભાઈ દતાણી, આર.આર. સોલંકી, રાકેશભાઈ દેસાઈ, નીરવભાઈ વસાણી, જીતુભાઈ સાવલિયા, બકિમભાઈ મહેતા, સુરેશભાઈ પરમાર, મિતલભાઈ ખેતાણી, હરકાંતભાઈ કિયાડા, ચંદુભાઈ વિરાણી વગેરે મહાનુભાવોના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ ગોપીઓને તેજસભાઈ રાજદેવ તરફથી ગીફ્ટ આપવામાં આવી હતી. ફાઈનલ રાઉન્ડમાં તમામ 25 બહેનો વિજેતાઓ યશપાલસિંહ જાડેજા(ચાંદલી) તરફથી એક બહેને 6000 રૂપિયા જેટલાને ઇનામો આપવામાં આવ્યા હતા.
છેલ્લા નોરતે વિજેતા બહેનો ઉપર લાખેણા ઇનામોનો વરસાદ થયો હતો. નિર્ણાયક નીલુબેન મહેતા, માયાબેન પટેલ, મિનલબેન સોનપાલ, સોનલબેન બગડાઈને મોમેન્ટો આપીને અભિવાદન કરાયું હતું. ગોપિરાસમાં નવે નવ દિવસ મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાએ તેમજ કીબોર્ડમાં રાજુભાઈ ત્રિવેદી ધૂમ મચાવી દીધી હતી. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા અને અશ્વિની મહેતા ઉપરાંત સોનલ વાળા અને નિલેષ પંડ્યાએ માતાજીનાં ગરબા રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, જસુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે અને બન્ને કલબના 125 જેટલા કમિટી મેમ્બરોએ વ્યવસ્થામાં સહયોગ આપી જહેમત ઉઠાવી હતી.