ખેલૈયાઓ, તંત્ર, પોલીસ, મીડિયા તથા જાહેર જનતાનો આભાર વ્યક્ત કરતા ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા
કિંગ- વનરાજસિંહ ઝાલા, ક્વીન- શિવાની પટેલ ઘોષિત: વંદે માતરમના ગાનથી રાસોત્સવ અલ્પવિરામ અપાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અર્વાચીનનાં રંગ-રૂપમાં સંસ્કૃતિ-ભક્તિની પ્રાચીનતા જાળવી મર્યાદાસભર આયોજન કરતું સહિયર ક્લબ 2023માં રંગેચંગે સંપન્ન થયું હતું. ક્રેડિટ બુલ્સ, મેજિક હેર કેર, વોઇસ ઓફ ડે પ્રાયોજિત સહિયર રાસોત્સવના અંતિમ નોરતે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. માતાજીની કૃપાથી નિર્વિઘ્ને સહિયર રાસોત્સવ સંપન્ન થતા ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તથા તમામ આયોજકોએ માતાજીની કૃપા-દ્રષ્ટિ વરસ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો..
સાંજે 6 વાગ્યે શરૂ થયેલ મેગા ફાઈનલ 9 વાગ્યે સંપન્ન થયો ત્યારબાદ લોકગાયક રાહુલ મહેતાના કંઠેથી પ્રથમ જમાવટ વાળો દોર શરૂ થયો ત્યારબાદ જીલ એન્ટરટેનમેન્ટ સંગીત ગ્રુપના સથવારે તેજસ શિશાંગીયાએ અને અપેક્ષા પંડ્યાએ દિવ્ય વાતાવરણમાં ખેલૈયાઓને રાસે રમાડ્યા હતા
સહિયર રાસોત્સવને માણવા માટે મ્યુ. કમિશનર આનંદ પટેલ, ડે. કમિશનર નંદાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, રીબડાથી રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વંદે માતરમના ગાનથી રાસોત્સવને 12ના ટકોરે અલ્પવિરામ અપાયો હતો. જ્યારે ગ્રુપ એમાં કિંગ- વનરાજસિંહ ઝાલા, ક્વીન- શિવાની પટેલ જાહેર થયા હતા
સહિયરના ઓર્ગેનાઇઝર પિયુષભાઈ રૈયાણીની લાડકી વામાક્ષી તરફથી સ્પેશિયલ પ્રાઈઝ પાંચ ગ્રામ સોનાની ગીની આરાધ્યા મહેતાને અર્પણ કરાઈ હતી. વિજેતાઓને ટીવીએસ સપોર્ટ બાઈક – જ્યુપીટર, ફ્રીઝ એર કન્ડિશન એલ.ઈ.ડી ટીવી, ઘરઘંટી, સોલાર, ગોવા ટુર પેકેજ સહિતના ઇનામો અપાયા હતા. વિજેતા થયેલ તમામ ખેલૈયાઓને કોન્સોલેશન પ્રાઈઝ આપવામાં આવ્યા હતા
સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કૃષ્ણપાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, પિયુષ રૈયાણી, પ્રકાશભાઈ કણસાગરા, દિવ્યરાજસિંહ જાડેજા, ધૈર્ય પારેખ, રવિરાજસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ વ્યાસ, અહેમદભાઇ, દીપકભાઈ પટેલ, કલ્પેશ ડોડીયા, નિખિલ ગોહેલ, મિલન દેસાઈ, અમિત પરમાર, અશ્વિન રૈયાણી, યોગીરાજસિંહ જાડેજા, મહેશભાઈ ધામેચા, અનિરુદ્ધ સિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, જતીન બગડાઇ, ભગીરથભાઈ લોખિલ, દિવ્યેશ વાઘેલા, જય રાજ્યગુરુ, હાર્દિકભાઈ દિપકસિંહ જાડેજા (ખરેડી), ગ્લોબલ કોમ્યુનિકેશન નીરવભાઈ હિતેશભાઈ, ઉમિયા મંડપ પીન્ટુભાઇ, અવિનાશભાઈ, એડવોકેટ દિલીપસિંહ જાડેજા પ્રકાશભાઈ તથા જ્યોતિબેન, નિર્ણાયક એડવોકેટ અભિષેક શુક્લા, હેતલ શુક્લા, દિવ્યેશ પટેલ, જય શુકલા, રાજેશ ડાંગર, અભિજીત શુક્લા, કુશલ બુંદેલા, રાજદીપસિંહ વાળા, તેજપાલસિંહ વાળા, શક્તિસિંહ વાળા, યજ્ઞદિપસિંહ વાળા, કર્મદીપસિંહ વાળા, યુવરાજસિંહ ચુડાસમા, શ્રીનાથજી સ્ટુડિયોના પંકજભાઈ રાણપરા, ગણેશ સાઉન્ડ રોહિતભાઈ વાઘોડિયા, રીધમ કિંગ હિતેશ ઢાંકેચા, કરણ ઢાંકેચા, ગાયક અપેક્ષા પંડ્યા, કી બોર્ડ પ્લેયર રવિ ઢાંકેચા, બેન્જો વાદક સાગર માંડલિયા, ગીટારિસ્ટ રવિ ભટ્ટના હસ્તે અપાયા હતા. સતત 23માં વર્ષે મંચ સંચાલન ઉદ્ધોષક તથા ગાયક તરીકેની જવાબદારી નિભાવતા પત્રકાર તેજસ શિશાંગિયાએ ઈનામ વિતરણ સમારોહનું આગવી શૈલીમાં સંચાલન કર્યું હતું.