જગદંબા સ્વરૂપ 11 બાળાઓનું ગોરણી પૂજન કરાયું: આજે યોજનાર મેગા ફાઈનલ રાઉન્ડમાં ખેલૈયાઓ ધુમ મચાવશે
બાઈક, સ્કુટર, સાઈકલ, ટીવી, એસી, ફ્રીઝ, વોશીંગ મશીન, કુલર, સોનાનાં ચેઈન, સ્માર્ટ વોચ સહીતનાં ઈનામો વિજેતાઓને અપાશે
- Advertisement -
જૈનમ કામદાર નવરાત્રી રાસોત્સવમાં 2023 જેમાં નવમાં નોરતાનાં દિવસે જૈનમ્ પરિવારનાં તમામ કમીટી મેમ્બરો સહ પરિવાર આરતીમાં જોડાયા હતા. આજની થીમ ગોગલ્સ નક્કી કરવામાં આવેલ હતી.જે પહેરીને ખેલૈયાઓ મોટી સંખ્યામાં આવ્યા હતા.આવતા વર્ષનાં અત્યારથી જ નક્કી એવા ટાઈટલ સ્પોન્સર કામદાર પરિવારનાં દામીનીબેન કામદાર સહીતનાં પરિવારજનો સાથે આમંત્રીત મહેમાનોએ ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન સ્વીકાર્યું હતું. આજરોજ રાસોત્સવ પૂર્વે મોં જગદંબા સ્વરૂપ 11 નાની બાળાઓનું ગોરણી પૂજન કરવામાં આવ્યું હતું. આજરોજ નવ દિવસનાં વિજેતા થયેલા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડવામાં આવશે. જેમાં વિજેતા થવા ખેલૈયાઓ આજે પોતાની એક થી એક ચડીયાતી રમત બતાવશે.
જૈનમ કામદાર નવરાત્રી રાસોત્સવમાં 2023 આજે કાર્યક્રમની શરૂઆત થતા પૂર્વે જૈનમ્ પરિવારનાં કમીટી મેમ્બરોએ સજોડે વિધીમાં બેસીને 11 બાળાઓનું ગોરણી પૂજન સંપૂર્ણ શાસ્ત્રોકત વિધી વિધાન અને શ્રઘ્ધા ભાવ સાથે કરયું હતું. બાળાઓને વિવિધ લ્હાણી આપી આજનું આ પૂજન સંપન્ન થયું હતું. આજરોજ જૈનમ્ પરિવાર મુખ્ય અતિથિ સ્વરૂપે હોય જૈનમ્ કમીટી મેમ્બરો પરીવાર સાથે આદ્યશકિતની આરતીમાં જોડાયા હતા. આજરોજ સિલેકશન રાઉન્ડનો અંતિમ દિવસ હોય વિજેતા થવા માટે ખેલૈયાઓ વચ્ચે જબરી હોડ જામી હતી. દશેરાનાં દિવસે રમાનાર મેગા ફાઈનલ રાઉન્ડમાં સ્થાન મેળવવા માટે ખેલૈયાઓએ તન તોડ મહેનત કરી હતી. આજરોજ નવેય નોરતાનાં વિજેતા થયેલા ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ રાઉન્ડ રમાડાશે. જેમાં વિજેતા થનાર ખેલૈયાઓને બાઈક, સ્કુટર, સાઈકલ, ટીવી, એસી, ફ્રીજ, વોશીંગ મશીન, કુલર, સોનાનાં ચેઈન અને સ્માર્ટ વોચ સહીતનાં લાખેણા ઈનામોથી નવાઝવામાં આવશે. આજરોજ રમાનાર મેગા ફાઈનલ રાઉન્ડ માટે ખેલૈયાઓમાં ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. આજનાં મેગા ફાઈનલ રાઉન્ડમાં વિજેતા થનાર ખેલૈયાઓને સમાજનાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવાનાં વરદહસ્તે ઈનામ વિતરણ કરવામાં આવશે. સાથે આજરોજ વિજયાદશમીના પર્વે તમામ પેવેલીયન હોલ્ડર પરિવારો સાથે જૈનમ્ કમીટી મેમ્બર પરિવારો આરતીમાં સામુહીક રીતે જોડાશે. જૈનમ્ રાસોત્સવમાં આ વખતે આખી નવરાત્રી દરમ્યાન રોજે રોજ વહેલા આવનાર મર્યાદીત ખેલૈયાઓ વચ્ચે ડેઈલી લક્કી ડ્રો કરવામાં આવ્યો હતો. જેનો લાભ પણ લોકોએ ઉત્સાહપૂર્વક લીધેલ હતો.
સોમવાર નવમા નોરતનાં દિવસે રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માન.શ્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, ડો.વલ્લભભાઈ કથીરીયા, જાણીતા બિલ્ડર મુકેશભાઈ શેઠ, પટેલ ટીમ્બરનાં ભાવેશભાઈ તળાવીયા, લાડાણી ગ્રુપનાં ઉત્સવભાઈ લાડાણી, પરેશભાઈ પારેખ, ભાજપ અગ્રણીશ્રી નિતીનભાઈ ભારદ્વાજ, અંજલીબેન રૂપાણી, વંદનાબેન ભારદ્વાજ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
સોમવાર નવમાં નોરતે યોજાયેલા રાસોત્સવમા વિજેતા થયેલ ખેલૈયાઓનાં નામમાં સીનીયર પ્લેયર મેલ પ્રિન્સ તરીકે પ્રથમ વર્ધન ઘેલાણી, બિજા ક્રમે જીનેશ દોશી અને ત્રિજા ક્રમે અમીત ઉંચાટ, સિનીયર પ્લેયર ફીમેલ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમે મેઘા ડોમડીયા, બિજા ક્રમે રૂમીરા મહેતા, ત્રિજા ક્રમે ધાર્મિ ટોળીયા ઉપરાંત કિડ્સ પ્લેયર બોયઝ પ્રિન્સમાં પ્રથમ ક્રમે ક્રિશીવ દોશી, બીજા ક્રમે દેવર્શ આશરા, ત્રિજા ક્રમે ધૈર્ય મહેતા તેમજ કિડ્સ પ્લેયર ગર્લ્સ પ્રિન્સેસમાં પ્રથમ ક્રમાંકે રાહી મણીયઆ, બિજા ક્રમે જહાન્વી શાહ, ત્રિજા ક્રમાંકે હેત્વી દોશી તેમજ વેલ ડ્રેસ સિનીયર પ્રીન્સમાં પ્રથમ જીતેન્દ્ર મહેતા, બિજા ક્રમે નિર્સગ પારેખ, ત્રિજા ક્રમે ભાવિક પરીખ અને વેલ ડ્રેસ સિનીયર પ્રીન્સેસમાં પ્રથમ ક્રમે ડીમ્પી મહેતા, બિજા નંબરે શ્રેયા દોશી, ત્રિજા નંબરે દેવાંગી મહેતા અને વેલ ડ્રેસ કીડ્સ બોયઝમાં પ્રથમ ક્રમે હિતાંશ શાહ, બિજા નંબરે મોનીત મોદી, ત્રિજા નંબર સોહમ કોઠારી ઉપરાંત વેલ ડ્રેસ કીડ્સ ગર્લ્સમાં પ્રિન્સમાં પ્રથમ ક્રમે જીલ સંઘાણી, બિજા ક્રમે હીર મહેતા, ત્રીજા ક્રમે હીર શાહ ને વિજેતા જાહેર કરેલ હતા. આજરોજ નિર્ણાયક તરીકે ધારાબેન પારેખ, પૂર્વીબેન શેઠ, ડો.અમીતા ભલાણી, ડો.કુંતલ જાડેજા વિગેરેએ સેવા આપેલ હતી.