સી-ડેક અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આગામી ત્રણ વર્ષમાં 10 લાખ ’સાયબર સખીઓ’ તૈયાર કરવાનું લક્ષ્ય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
નવી દિલ્હી ખાતે 14 એપ્રિલ 2026ના રોજ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (ખયશઢિં) હેઠળની સંસ્થા સી-ડેક (ઈ-ઉઅઈ) અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ’ઇ-સેફહર’ (ય-તફરયઇંયિ) કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ એક વિશેષ સાયબર સુરક્ષા જાગૃતિ તાલીમ કાર્યક્રમ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતની 10 લાખ મહિલાઓને ડિજિટલ ઇકોસિસ્ટમમાં સુરક્ષિત રીતે જોડવાનો અને તેમને સાયબર જોખમો સામે રક્ષણ આપવાનો છે.
આ પહેલ હેઠળ સી-ડેક, હૈદરાબાદ દ્વારા તાલીમ સામગ્રી અને ક્ધટેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશન તેના મહિલા સ્વ-સહાય જૂથો (જઇંૠ) ના બહોળા નેટવર્ક દ્વારા આ તાલીમને દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડશે. આ કાર્યક્રમ ખાસ કરીને એવી મહિલાઓ માટે છે જેઓ નાણાકીય વ્યવહારો, આજીવિકા અને અન્ય સેવાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર નિર્ભર બની રહી છે. પ્રારંભિક તબક્કે મધ્યપ્રદેશ અને ઓડિશામાં ’સાયબર સખીઓ’ તૈયાર કરવામાં આવશે અને 2029 સુધીમાં આખા દેશમાં તેનો વ્યાપ વધારવામાં આવશે.
લોન્ચિંગ પ્રસંગે ખયશઢિંના સેક્રેટરી એસ. ક્રિષ્નન (ઈંઅજ) એ જણાવ્યું હતું કે, ’ઇ-સેફહર’ દ્વારા અંતરિયાળ ગ્રામીણ મહિલાઓને સુરક્ષિત અને સક્રિય બનાવી શકાશે. રિલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઇશા અંબાણીએ મહિલા સશક્તીકરણ પર ભાર મૂકતા કહ્યું કે, “ભારતમાં ગ્રામીણ મહિલાઓ ઝડપથી ઓનલાઈન આવી રહી છે. અમારું લક્ષ્ય તેમને માત્ર ડિજિટલ રીતે જોડવાનું જ નહીં, પરંતુ ઓનલાઈન સુરક્ષિત રહેવા માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ કરવાનું પણ છે.” આ કાર્યક્રમને હાલના મહિલા સશક્તીકરણ અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો સાથે સાંકળી લેવામાં આવ્યો છે જેથી કોઈ વધારાની માળખાગત સુવિધા વિના કામગીરી આગળ વધી શકે. સ્થાનિક ભાષાઓમાં ઓડિયો-વિઝ્યુઅલ મોડ્યુલ્સ દ્વારા અપાતી આ તાલીમથી સાયબર જોખમો પ્રત્યે જાગૃતિ વધશે અને ડિજિટલ વ્યવહારોમાં મહિલાઓનો આત્મવિશ્વાસ વધશે. રિલાયન્સ ફાઉન્ડેશન આ પહેલ દ્વારા મહિલા કેન્દ્રિત સુરક્ષા કવચ પૂરું પાડીને દેશના વિકાસમાં મહિલાઓની સુરક્ષિત ભાગીદારી સુનિશ્ચિત કરવા
માંગે છે.



