By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    18 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    19 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    19 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    19 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    20 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    20 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    20 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    19 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ
રાજકોટ

આર્ય સંતાનો સાવધાન: માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ગુંજ્યો સંસ્કાર અને સંયમનો સંદેશ

Khaskhabar Editor
Last updated: 2026/04/14 at 4:31 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

માનવ ઉત્કર્ષ મહોત્સવમાં હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટી – રેસકોર્સ ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14

- Advertisement -

ઇઅઙજ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત ભવ્ય ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ના ત્રીજા દિવસે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે હજારોની ઉપસ્થિતિમાં સંસ્કાર, સંયમ અને ચારિત્ર્યનો પ્રભાવશાળી સંદેશ ગુંજ્યો હતો. આર્ય સંતાનો સાવધાન વિષય પર પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ પોતાના પ્રવચન દ્વારા યુવાનોને જીવનમૂલ્યો તરફ જાગૃત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધૂન-પ્રાર્થના અને વૈદિક પૂજનવિધિથી કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી અને દીપ પ્રાગટ્યથી વાતાવરણમાં ભક્તિભાવ છવાઈ ગયો હતો. મહોત્સવમાં પધારનાર શ્રોતાજનોનું એકાદશી નિમિત્તે ફરાળી પ્રસાદકિટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાવૃંદ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેરક પ્રસ્તુતિએ પણ સૌને અભિભૂત કર્યા હતા.
પૂ. અપૂર્વમુનિ સ્વામીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજકોટનું રેસકોર્સ મેદાન માત્ર મનોરંજનનું સ્થળ નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મનોપરિવર્તનનું શાશ્વત કેન્દ્ર બની ગયું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજના સમયમાં યુવાનો માટે સૌથી મોટો પડકાર પોતાનું ચારિત્ર્ય જાળવવાનો છે. ભૌતિક સુખસગવડો વચ્ચે સંસ્કાર અને સંયમ જાળવવા અત્યંત જરૂરી છે. તેમણે જણાવ્યું કે માત્ર સગવડો આપવાથી સંતાનનો વિકાસ થતો નથી, પરંતુ સાવધાની અને સંસ્કારનું શિક્ષણ આપવું પણ એટલું જ આવશ્યક છે.
સ્વામીએ વધુમાં જણાવ્યું કે આજના યુગમાં ટેક્નોલોજી અને સુવિધાઓનો વધતો પ્રભાવ હોવા છતાં આધ્યાત્મિકતા અને આંતરિક વિકાસનું મહત્વ ઓછું થવું જોઈએ નહીં. અઈં કરતાં જઈં એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વધુ મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી કે મોબાઇલ અને શોર્ટકટની દોડમાં યુવાનો પોતાનું ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે, તેથી માતા-પિતાએ સંતાનોને યોગ્ય દિશા આપવી જરૂરી છે.
વક્તવ્ય દરમિયાન સ્વામીએ અર્જુન, રાણી લક્ષ્મીબાઈ અને ચાણક્ય જેવા આદર્શ પાત્રોના ઉદાહરણો આપી યુવાનોને સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું કે આપણા દેશનો ગૌરવશાળી ઈતિહાસ અને સંસ્કૃતિ આપણને ઉન્નતિનો સાચો માર્ગ બતાવે છે અને તેને વિસરવું નહીં જોઈએ.
કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સત્સંગદીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનું મુખપાઠ કરનારા રાજકોટના આશરે 400 બાલ-બાલિકાઓનું ભવ્ય સન્માન રહ્યું હતું. બાળકો દ્વારા ગવાયેલા પવિત્ર શ્લોકોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવી દીધું હતું. આ પ્રસંગે પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે કોણ કહે છે કળિયુગ ચાલે છે, અહીં તો સતયુગનો અનુભવ થઈ રહ્યો છે.
અંતમાં પૂ. અપૂર્વમુનિ સ્વામીએ આવતીકાલે યોજાનારા સત્ય સનાતન દેશ હૈ મેરા વિષયક કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહી જીવનને નવી દિશા આપવા માટે હાર્દિક આમંત્રણ આપ્યું હતું. આ રીતે ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સમાજમાં સંસ્કાર જાગૃતિ લાવતું પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.

પ્રદર્શન ખંડના કલાત્મક દ્રશ્યો અને શ્ર્લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા

આ મહોત્સવનું વિશેષ આકર્ષણ છે- માનવ ઉત્કર્ષ પ્રદર્શન ખંડ. જે માત્ર પ્રદર્શન નથી પરંતુ જીવનને નવી દિશા આપતું પ્રેરણાસ્થળ છે. અહીં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસને સરળ, વૈજ્ઞાનિક અને પ્રેરણાદાયી રીતે રજૂ કરવામાં આવ્યો છે. કલાત્મક દૃશ્યો, પ્રેરણાત્મક શ્લોકો અને આધુનિક વિજ્ઞાનના તથ્યોનો અદભૂત સમન્વય દર્શકોને વિચારી લેવા મજબૂર કરે છે.
પ્રદર્શન ખંડમાં શારીરીક જાગૃતિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. યોગાસન, સૂર્યનમસ્કાર અને વોકિંગ જેવી સરળ પરંતુ અસરકારક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવામાં આવે છે. સાથે સાથે માનવ શરીરના આશ્ચર્યજનક તથ્યો પણ અહીં રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જેમ કે લીવર પોતાની જાતે પુન:સર્જન કરવાની અનોખી ક્ષમતા ધરાવે છે, માણસની આંખ વર્ષ દરમિયાન લાખો વખત ઝબકે છે અને એક વ્યક્તિ દિવસમાં આશરે 25,000 શ્વાસ લે છે.
આ ઉપરાંત, શાકાહારના મહત્વને વૈજ્ઞાનિક આધાર સાથે સમજાવવામાં આવ્યું છે, જે સ્વાસ્થ્યપ્રદ જીવન તરફ દોરી જાય છે. વ્યસનમુક્તિ અને સકારાત્મક જીવનમૂલ્યોને પ્રોત્સાહન આપતી માહિતી દર્શકોને અંદરથી સ્પર્શે છે.ખાસ વાત એ છે કે આ પ્રદર્શનની સમજણ નાના બાળકો દ્વારા સરળ અને અસરકારક રીતે આપવામાં આવે છે. તેમની નિર્દોષ રજૂઆત અને સ્પષ્ટ સમજાવટ દર્શકોને ખાસ આકર્ષે છે અને પ્રદર્શનને જીવંત બનાવે છે. માનવ ઉત્કર્ષ મહોત્સવનો મુખ્ય હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દરેક વ્યક્તિને પોતાના શરીર, મન અને આત્મા પ્રત્યે જાગૃત બનાવી, તંદુરસ્ત અને સુખી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે. રાજકોટવાસીઓ માટે આ મહોત્સવ એક અનોખો અવસર છે, જ્યાં જ્ઞાન, પ્રેરણા અને આધ્યાત્મિકતા એકસાથે અનુભવવા મળે છે. આથી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે આવી આ પ્રદર્શનનો લાભ લઈ રહ્યા છે અને તેને શહેરનું હોટ ફેવરિટ આકર્ષણ બનાવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
Next Article અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બે હેન્ડબોલ ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
TALK OF THE TOWNરાજકોટ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?