દેશમાં અને મુંબઈમાં કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે બીએમસી (બૃહદ મુંબઈ કોર્પોરેશન)એ મુંબઈમાં 60 વર્ષથી વધુ વયના નાગરિકોને ભીડવાળા સ્થળો પર માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. સાથેસાથે હોસ્પિટલોમાં કામ કરનારો ડોકટર, મેડીકલ ટીમ, કર્મચારીઓ, દર્દીઓ, વિઝીટર્સ માટે માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યા છે.
બીએમસી કર્મચારીઓને કોરોનાથી સુરક્ષા માટે માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યુ છે.બીએમસી કમિશ્નર આઈએસ ચહલે જણાવ્યું છે કે કોરોનાનો સામનો કરવા માટે બીએમસીની સાથે સાથે પ્રાઈવેટ હોસ્પીટલોમાં પણ બેડ રિઝર્વ રાખવાનાં આદેશ અપાયા છે.
- Advertisement -
મોટાભાગનાં કોરોના દર્દીઓ ઘરે રહીને જ સારવાર કરાવી રહ્યા છે.જેને જોતા બીએમસી ઝડપથી હોમ કવોરંટાઈનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરશે. સોમવારે કમિશ્નરની અધ્યક્ષતામાં હાઈ લેવલની બેઠકમાં કોરોનાનો સામનો કરવા માટે બધા ઉપાયો પર વિચાર કરાયા હતા.