ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસની ઠોકરે ટ્રેક્ટર ચાલક આધેડનું મોત થયું હતું બનાવ મામલે મૃતકના પત્નીએ એસટી બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હળવદના ચરાડવા ગામે રહેતા સરસ્વતીબેન શૈલેષભાઈ સોનગ્રા (ઉ.વ.45) વાળાએ એસટી બસ જીજે 07 ટીયું 5844 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 22 ના રોજ ફરિયાદીના પતિ શૈલેષભાઈ માવજીભાઈ સોનગ્રા દેવીપુર ગામના પાટિયાથી આગળ ટ્રેક્ટર જીજે 36 એજે 2779 લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર પાછળ સાતીમાં બસ અથડાતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક શૈલેશભાઈને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



