ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશભરમાં આગામી દિવસોમાં એટીએમ માંથી રોકડા નાણાં મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડી શકે છે. કરન્સીની ભારે અછતને કારણે દેશભરની એટીએમ સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેની સીધી અને સૌથી મોટી અસર ગ્રામીણ તેમજ અર્ધ-શહેરી વિસ્તારોમાં જોવા મળશે.
એટીએમ સંચાલકોના સંગઠન ‘કોન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી’ (ઈઅઝખશ) એ આ ગંભીર નાણાકીય કટોકટી અંગે ‘ઇન્ડિયન બેંક્સ એસોસિએશન’ (ઈંઇઅ) ને સત્તાવાર રીતે પત્ર લખીને એલર્ટ કર્યા છે. પત્રમાં જણાવ્યાં અનુસાર, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના સીધાં લાભ ટ્રાન્સફર (ઉઇઝ) મેળવનારા લાખો ગરીબ પરિવારો માટે પોતાની રકમ ઉપાડવાનું મુખ્ય સાધન એટીએમ જ છે. એવામાં એટીએમ ખાલી રહેવાથી સામાન્ય જનજીવન અને ગ્રામીણ અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે. સંગઠને ચિંતા વ્યક્ત કરી છે કે દેશનાં અસંખ્ય રાજ્યોમાં બેંક શાખાઓ અને કરન્સી ચેસ્ટમાંથી એટીએમમાં લોડ કરવા માટે પૂરતાં પ્રમાણમાં રોકડા નાણાં ઉપાડવામાં એજન્સીઓને સતત અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. જો દેશમાં ચલણી નોટોના કુલ પ્રવાહના ટ્રેન્ડ પર નજર કરીએ તો, વર્ષ 2012માં દેશની અંદર કુલ રૂ.10.55 ટ્રિલિયન (લાખ કરોડ) ની કરન્સી ચલણમાં હતી, જે વર્ષ 2013 માં વધીને રૂ.11.77 ટ્રિલિયન થઈ હતી. આ આંકડો વર્ષો-વર્ષ સતત વધીને રેકોર્ડબે્રક રૂ.42.54 ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે. જો કે, દેશનાં કુલ જીડીપીના પ્રમાણમાં જોઈએ તો આ ચલણ માર્ચ 2013 માં 12.1 ટકા હતું, જે હાલ ઘટીને આશરે 11.9 થી 12 ટકાની આસપાસ સ્થિર થયું છે, જે દર્શાવે છે કે બજારમાં હજુ પણ કેશની માંગ કેટલી ઊંચી છે.
- Advertisement -
માર્ચ-એપ્રિલમાં માંગ સામે ખૂબ ઓછી રોકડ મળી
આ વર્ષનાં માર્ચ અને એપ્રિલ મહિનાનાં સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે સ્થિતિ કેટલી નાજુક છે. આ બે મહિના દરમિયાન દેશભરનાં એટીએમ નેટવર્કને ચલાવવા માટે કુલ ₹94,000 કરોડની રોકડ રકમની જરૂરિયાત નોંધાઈ હતી. તેની સામે બેંકો તરફથી માર્ચમાં માત્ર રૂ.61,000 કરોડ અને એપ્રિલમાં રૂ.54,000 કરોડ જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં હતાં.
ક્યા રાજ્યો સૌથી વધુ ભોગ બન્યા?
- Advertisement -
રોકડ નાણાંની અછતને કારણે દેશનાં પાંચ રાજ્યોની હાલત સૌથી વધુ કફોડી બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકમાં અઝખ માટે જરૂરી નાણાંની સામે માત્ર 36%, આંધ્રપ્રદેશમાં 39%, તેલંગાણા અને મિઝોરમ બંને રાજ્યોમાં 41%, જ્યારે અરૂણાચલ પ્રદેશમાં 48% કેશ ઉપલબ્ધ થઈ શકી છે.



