તાલાલાના વિવિધ શેરી-મહોલ્લામાં આવેલ સરકાર માન્ય પાંચ દુકાનો ઉપરથી કાર્ડનું વિતરણ થયું: લાભાર્થીઓમાં આનંદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
તાલાલા નગરના વિવિધ શેરી મહોલ્લામાં આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની પાંચ દુકાનો ઉપરથી તાલાલા શહેરના આયુષ્માન કાર્ડ થી વંચિત 816 લાભાર્થીઓને કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
તાલાલા શહેરના નાના ગરીબ પરિવારો ને કુપન ઉપર આપવામાં આવતો અનાજ કઠોળનો ખાદ્ય પુરવઠો લેવા સરકાર માન્ય દુકાનો ઉપર આવે છે.ગરીબ અને નાના પરિવારો પૈકી અનેક પરિવારો આયુષ્માન કાર્ડથી વંચિત હોય આવા જરૂરીયાતમંદ પરિવારો કુપન ઉપર માલ લેવા સરકાર માન્ય દુકાન ઉપર આવે ત્યારે સ્થળ ઉપર આયુષ્માન કાર્ડ બનાવી આપવા તાલાલા બ્લોક હેલ્થ કચેરી દ્વારા નગરની પાંચ દુકાનો ઉપર વ્યવસ્થા ગોઠવી હતી.
બે દિવસ દરમિયાન 816 નાના ગરીબ પરિવારને આયુષ્માન કાર્ડની કામગીરી સ્થળ ઉપર કરી આપવામાં આવતા જરૂરિયાતમંદ પરિવારોને ખૂબ જ રાહત મળી છે. અર્બન હેલ્થ સેન્ટર તાલાલામાં તાલાલા આરોગ્ય વિભાગ તાલુકા સુપરવાઇઝર જયસુખભાઈ ગોરડ, ધાવા આરોગ્ય કેન્દ્ર સુપરવાઇઝર અતુલભાઇ જોશી, તાલુકાના તમામ ગામના 20 એમ.પી.એચ.ડબલ્યુ,દશ આશા બહેનોએ બે દિવસ અવિરત કામગીરી કરી 816 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવી
આપ્યા હતા.