એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની 23મી મેચમાં આરસીબીએ લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. જોકે, આ મેચ બાદ મળેલો ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ ચર્ચાનો વિષય બન્યો છે. 4 વિકેટ ઝડપનાર રસીખ સલામને બદલે માત્ર 1 વિકેટ લેનાર જોશ હેઝલવુડને આ એવોર્ડ અપાતા પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ નારાજગી વ્યક્ત કરી છે.

- Advertisement -
શું છે સમગ્ર વિવાદ?
લખનૌ વિરુદ્ધ આરસીબીના બોલરોએ તરખાટ મચાવ્યો હતો. જેમાં યુવા ફાસ્ટ બોલર રસીખ સલામ ડારે 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. બીજી તરફ જોશ હેઝલવુડે 4 ઓવરમાં 20 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી. આંકડાકીય રીતે રસીખનું પ્રદર્શન ઘણું ચઢિયાતું હોવા છતાં એવોર્ડ હેઝલવુડને આપવામાં આવ્યો.

- Advertisement -
આકાશ ચોપરાનો આક્રોશ
પ્રખ્યાત કોમેન્ટેટર આકાશ ચોપડાએ કહ્યું કે, આરસીબી-એલએસજી મેચમાં રસીખ સલામને પ્લેયર ઓફ ધ મેચ કેમ ન આપવામાં આવ્યો? આ તો યુવા ખેલાડીની મહેનત સાથે અન્યાય છે. આકાશના મતે, જ્યારે રસીખ જેવા યુવા ખેલાડીઓ દિગ્ગજો વચ્ચે શાનદાર દેખાવ કરે ત્યારે તેમને પ્રોત્સાહન મળવું જોઈએ, નહીં તો તેમનો ઉત્સાહ ઘટી શકે છે.





