ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. સીઝનની શરૂઆતના 5 મેચમાં એક પણ જીત મેળવી શકી નથી, જે ટીમ માટે ચિંતાનો વિષય છે. આ હારની હારમાળ વચ્ચે હવે ટીમના નિર્ણયો અને ખેલાડીઓના ફોર્મ પર મોટા સવાલો ઉભા થયા છે. ખાસ કરીને રિંકુ સિંહના ફિનિશર તરીકેના રોલ પર પૂર્વ ભારતીય કેપ્ટન કૃષ્ણમાચારી શ્રીકાંતે આકરા પ્રહારો કર્યા છે.
5 છક્કાની યાદમાં જ જીવે છે KKR
- Advertisement -
શ્રીકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રિંકુ સિંહ કોઈ વિસ્ફોટક બેટ્સમેન નથી. તેણે ક્યારેક 5 બોલમાં 5 છક્કા માર્યા હતા, પરંતુ અમે આજ સુધી તેની યાદમાં જીવી રહ્યા છીએ. રિંકુ સ્ટ્રાઈક રોટેટ કરવામાં માહિર છે, પરંતુ જ્યારે રન રેટ 10-12 થી ઉપર હોય, ત્યારે તેમનો ખેલ લથડી જાય છે. તેઓ આવા સમયે મેચ ફિનિશ કરી શકતા નથી. જેનો અર્થ એ કે, જે ખેલાડીને KKR એ 13 કરોડના પેકેજ અને વાઇસ કેપ્ટનશીપ સાથે ફિનિશર બનાવ્યો, તે હકીકતમાં તે ભૂમિકા માટે લાયક નથી. આ જ કારણે ટીમ હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
આંકડામાં સ્પષ્ટ થઇ નિષ્ફળતા
રિંકુ સિંહના આંકડા સાક્ષી આપે છે કે, તેઓ લાંબા સમયથી મોટા સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગત 26 IPL મેચમાં તેણે એક પણ અડધી સદી ફટકારી નથી. IPL 2026 માં અત્યાર સુધી: 33*, 35, DNB, 4, 6 રન (4 દાવ). આ સ્કોર્સ એક પણ રીતે મેચ વિનિંગ ગણી શકાય નહીં. છતાં, ટીમ મેનેજમેન્ટ તેમની પરનો ભરોસો કાયમ રાખી રહ્યું છે, જે હવે એક જિદ જેવું લાગી રહ્યું છે.
- Advertisement -
KKR માટે હવે સેમિ ફાઇનલ જેવો પડકાર
KKR માટે હવે દરેક મેચ કરો યા મરો જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને તેમને આગળ વધવા માટે સાહસિક નિર્ણયો લેવાની જરૂર છે. શું KKR 5 છક્કાની યાદમાંથી બહાર આવીને વાસ્તવિકતાનો સામનો કરી શકશે? આ એક મોટો સવાલ છે.




