સંબોધનના વિષય પર સસ્પેન્સ, ગઈકાલે લોકસભાની બેઠકો વધારવાનું બિલ પસાર કરાવવામાં મોદી સરકાર નિષ્ફળ રહી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધિત કરશે. સંબોધનનો વિષય હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. સંભાવના છે કે ઙખ મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ સંસદમાં પસાર ન થઈ શકવા અંગે વાત કરી શકે છે. આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. શુક્રવારે કેન્દ્ર સરકાર લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલો બંધારણનો 131મું સુધારા બિલ લોકસભામાં પસાર કરાવી શકી ન હતી. તેમાં સંસદની 543 બેઠકો વધારીને 850 કરવાનો પ્રસ્તાવ હતો.
બિલ પર લોકસભામાં 21 કલાકની ચર્ચા બાદ મતદાન થયું. 528 સાંસદોએ મત આપ્યા. પક્ષમાં 298, વિપક્ષમાં 230 મત પડ્યા. જોકે, બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર હતી. 528ના બે તૃતીયાંશ 352 થાય છે. આ રીતે બિલ 54 મતોથી પડી ગયું હતું.
આજે કેબિનેટ બેઠક દરમિયાન, વડાપ્રધાને વિપક્ષ પર મહિલાઓ માટેના આરક્ષણ બિલનું સમર્થન ન કરીને મહિલાઓ વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઙખ મોદીએ વિપક્ષના આ વલણને એક મોટી ભૂલ ગણાવી છે અને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં તેમણે તેની રાજકીય કિંમત ચૂકવવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે આ સંદેશ દેશના દરેક ગામ સુધી પહોંચાડવો જોઈએ કે વિપક્ષ મહિલાઓ પ્રત્યે નકારાત્મક વિચારસરણી ધરાવે છે. નરેન્દ્ર મોદીએ કેબિનેટ મીટિંગ વખતે એમ પણ કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ હવે પોતાની સ્થિતિને યોગ્ય ઠેરવવાની કોશિશમાં લાગી ગઈ છે.



