ટ્રમ્પના જૂઠાણાં સામે ઈરાનનો પલટવાર: યુરેનિયમ મુદ્દે ટ્રમ્પની બોમ્બમારાની ધમકીને ઈરાને ફગાવી દેતાં કહ્યું, ‘યુરેનિયમ તો શું, રાખ પણ નહીં મળે’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર સંઘર્ષ શરૂ થયો છે. ઈરાન પાસેથી કોઈપણ ભોગે યુરેનિયમ હસ્તગત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને બુધવાર સુધીમાં સમજોતો ન થવા પર બોમ્બમારાની ધમકીએ વૈશ્ર્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જોકે, ઈરાને પણ નમતું જોખવાને બદલે ટ્રમ્પના આ દાવાઓને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. ઈરાને ટ્રમ્પને ‘જૂઠાણાંની ફેક્ટરી’ ગણાવતા સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, ‘યુરેનિયમ ટ્રાન્સફરની વાત તો ભૂલી જાવ, ઈરાન સામે આંખ ઉઠાવશો તો રાખ પણ નહીં મળે.’ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને તેના એરસ્પેસને આંશિક રીતે ખોલવાનું શરૂ કર્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, સિવિલ એવિએશન ઓથોરિટીએ દેશના પૂર્વી ભાગમાં ઉડ્ડયનોને મંજૂરી આપી દીધી છે.
હોર્મુઝ ખોલવા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે સોશિયલ મીડિયા પોસ્ટમાં ચેતવણી આપી કે જો અમેરિકા પોતાની નાકાબંધી ચાલુ રાખશે, તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે નહીં અને ત્યાંથી પસાર થવા માટે ઈરાનની પરવાનગી જરૂરી રહેશે. જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ઞજઈઈ એ કહ્યું છે કે નાકાબંધી ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેને હટાવવાનો આદેશ ન આપે. ટ્રમ્પે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ઈરાન શાંતિ કરાર પર હસ્તાક્ષર ન કરે, ત્યાં સુધી નાકાબંધી હટશે નહીં.
ઞજ, ઈઝરાયેલ-ઞઊં સાથે જોડાયેલા નેટવર્ક ધ્વસ્ત, અનેક પ્રાંતમાં ઈંછૠઈની કાર્યવાહી: ઈરાનનો દાવો
ઈરાનનો દાવો છે કે તેણે અમેરિકા, ઈઝરાયેલ અને બ્રિટન સાથે જોડાયેલા અનેક કથિત નેટવર્કનો પર્દાફાશ કરીને તેમને ધ્વસ્ત કરી દીધા છે. આ માહિતી ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (ઈંછૠઈ) ની ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા આપવામાં આવી છે. અહેવાલ મુજબ, આ નેટવર્ક જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને દેશની અંદર પોતાના સંપર્કો વધારીને અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈંછૠઈ ના જણાવ્યા અનુસાર, આ કથિત સેલ્સ ઈસ્ટ અઝરબૈજાન, કેર્મન અને માઝંદરન પ્રાંતોમાં સક્રિય હતા, જ્યાં સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી કરીને તેમને નિષ્ક્રિય કરી દીધા છે.



